Connect Gujarat
ટ્રાવેલ 

દેવોનીભૂમિ ઉત્તરાખંડમાં આવેલ આ ધોધ અનેક રહસ્યોથી ભરેલો છે, દૂર-દૂરથી અહીં પહોંચે છે પ્રવાસીઓ

ભારત સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે. અહીં રહેલા અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને જોવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે.

દેવોનીભૂમિ ઉત્તરાખંડમાં આવેલ આ ધોધ અનેક રહસ્યોથી ભરેલો છે, દૂર-દૂરથી અહીં પહોંચે છે પ્રવાસીઓ
X

ભારત સમગ્ર વિશ્વમાં તેની સંસ્કૃતિ અને પરંપરાઓ માટે પ્રખ્યાત છે. અહીં રહેલા અનેક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોને જોવા માટે દેશ-વિદેશથી લોકો અહીં આવે છે. વિવિધતાઓથી ભરેલો આ દેશ અનેક રહસ્યો અને અજાયબીઓથી પણ ભરેલો છે. આ જ કારણ છે કે ભારત ઘણા વર્ષોથી વિશ્વભરના લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. જો કે ભારતના અનેક પર્યટન સ્થળો દુનિયાભરમાં પ્રખ્યાત છે, પરંતુ આ સ્થળને દેવોનીભૂમિ કહેવામા આવે છે.

દર વર્ષે દેશ અને દુનિયામાંથી અનેક લોકો અહીં ફરવા આવે છે. આ વર્ષે 22મી એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં લોકો આ યાત્રા અંતર્ગત બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રી ધામની મુલાકાત અચૂક લેશે. ત્યારે તમને ઉત્તરાખંડના આવા જ અનોખો વોટરફોલ આવેલો છે, જેની એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઈએ.

ઉત્તરાખંડમાં એક એવી જગ્યા પણ છે જે નદી-નાળાઓ અને ધાર્મિક સ્થળોથી ઘેરાયેલી છે, જ્યાં દૂર-દૂરથી લોકો પહોંચે છે. ખરેખર, અહીં એક એવો ધોધ છે, જે પોતાના મહત્વ, રહસ્ય અને ઈતિહાસ માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. બદ્રીનાથથી લગભગ 8 કિમી અને ભારતના છેલ્લા ગામ માનાથી 5 કિમી દૂર આવેલો આ ધોધ વસુધરા ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ વિશે એવી માન્યતા છે કે તેનું પાણી પાપીઓના શરીરને સ્પર્શતું નથી. ઝરણાનું પાણી પાપી વ્યક્તિના સ્પર્શથી જ પડતું બંધ થઈ જાય છે.

આ ખાસ અને રહસ્યમય ધોધનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. લગભગ 400 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ એક નજરમાં શિખર સુધી જોઈ શકાતો નથી. આ ધોધના સુંદર મોતી જેવા પાણીનો પ્રવાહ લોકોને પૃથ્વી પર સ્વર્ગનો અહેસાસ કરાવે છે. આ સિવાય આ ધોધ વિશે એવું પણ કહેવામાં આવે છે કે તેનું પાણી અનેક પ્રકારની ઔષધિઓમાંથી પડે છે, જેના કારણે જે વ્યક્તિ પર તેનું પાણી પડે છે તે સ્વસ્થ બને છે.

વસુધરા ધોધ સુધી પહોંચવા માટે માના ગામથી ફટ ટ્રેક શરૂ થાય છે. અહીં સરસ્વતી મંદિર પછી આ પાંચ કિમી લાંબો ટ્રેક ઘણો મુશ્કેલ બની જાય છે. વાસ્તવમાં, અહીંની જમીન ખૂબ જ સખત અને પથરાવાળી છે, જેના કારણે માના ગામથી વસુધરા પહોંચવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. આ દરમિયાન રસ્તામાં ભોજન અને પાણીની કોઈ સુવિધા નથી. જો કે, અહીં પહોંચવા માટે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને માના ગામમાંથી ઘોડા-ખચ્ચર અને દાંડી-કાંડીની સુવિધા મળે છે.

Next Story