Connect Gujarat
ટ્રાવેલ 

દેશમાં ઘરેલુ ઉડાનમાં હવે RT PCR ની જરૂર નહિ, સરકારની મહત્વની જાહેરાત

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડ પાર કર્યો છે.

દેશમાં ઘરેલુ ઉડાનમાં હવે RT PCR ની જરૂર નહિ, સરકારની મહત્વની જાહેરાત
X

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડ પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં આપણે આ રેકોર્ડ બનાવી રાખીશું.

જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય અવરજવર માટે અમે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે નિયમ તૈયાર કર્યા છે અને વેબસાઈટ પર પોસ્ટ કરવામાં અથવા તો, રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવા અથવા મુસાફરીથી 72 કલાક પહેલા એક આરટીપીસીઆર ટેસ્ટ અપલોડ કરવામાં આવે.તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઇટ માટે હવે RT PCR ની જરૂર નથી. પણ કેટલાય રાજ્યોમાં તેમની વિચાર પ્રક્રિયા અનુસાર અમુક છે, જે તેમને લાગે કે, કેસ વધારો છે, અને સાવધાની રાખવી જોઈએ, તો તેમને આવું કરવાનો અધિકાર છે. તો વળી સરકારની માલિકીવાળી વિમાન કંપની અલાયન્સ એરે કેન્દ્ર સરકારની ક્ષેત્રીય સંપર્ક યોજના ઉડાન અંતર્ગત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ થી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ કહ્યું કે, એરલાઈન આ વર્ષે ગ્રીષ્મકાલીન કાર્યક્રમ અનુસાર, અમદાવાદને ત્રણ શહેર, અમૃતસર, આગરા અને રાંચીથી જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર અને રાજકોટને મુંબઈથી જોડવામાં આવ્યું છે. આજે નવા માર્ગ પરિવહન શરૂ કરવા ઉપરાંત કેશોદ થી અમદાવાદ પણ જોડવામાં આવ્યું છે

Next Story