Connect Gujarat
ટ્રાવેલ 

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેન દિલ્હીથી જઈ રહ્યું હતું દુબઈ

સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ, પ્લેન દિલ્હીથી જઈ રહ્યું હતું દુબઈ
X

સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. વધુ વિગતોની રાહ જોઈ રહ્યા છીએ. આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લાઈટોમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી તરફ વાળવામાં આવ્યું હતું. પ્લેન કરાચીમાં સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે લેન્ડિંગ દરમિયાન કોઈ ઈમરજન્સી જાહેર કરવામાં આવી ન હતી અને વિમાનનું સામાન્ય લેન્ડિંગ થયું હતું. અગાઉ એરક્રાફ્ટમાં કોઈ ખામી હોવાના કોઈ અહેવાલ નથી. મુસાફરોને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજું વિમાન કરાચી મોકલવામાં આવી રહ્યું છે જે મુસાફરોને દુબઈ લઈ જશે.

Next Story