Connect Gujarat
ટ્રાવેલ 

જો તમે વિસ્તારાથી હવાઈ મુસાફરી કરો છો તો આ રૂટ પર કરાઈ છે ફ્લાઈટ્સ રદ, જાણો વિગતો

વિસ્તારા એરલાઈને છેલ્લા કેટલાક દિવસોમાં ફેબ્રુઆરી માટેની તેની ઘણી ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઈને કેટલીક ફ્લાઈટ્સમાં ફેરફાર અથવા રીશેડ્યુલિંગ પણ કર્યું છે.

જો તમે વિસ્તારાથી હવાઈ મુસાફરી કરો છો તો આ રૂટ પર કરાઈ છે ફ્લાઈટ્સ રદ, જાણો વિગતો
X

વિસ્તારા એરલાઈને છેલ્લા કેટલાક દિવસોમાં ફેબ્રુઆરી માટેની તેની ઘણી ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઈને કેટલીક ફ્લાઈટ્સમાં ફેરફાર અથવા રીશેડ્યુલિંગ પણ કર્યું છે. નાગરિક ઉડ્ડયન ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં, મોટી સંખ્યામાં અસરગ્રસ્ત મુસાફરોએ સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી છે કે તેઓને વિસ્તારાના ગ્રાહક સંભાળનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.

કોવિડ -19 રોગચાળાના તાજેતરના મોજા વચ્ચે કેટલીક રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે એરલાઈન "માગની ક્ષમતાને સમાયોજિત કરી રહી છે". ઈસરોના વૈજ્ઞાનિક શિવાશીષ પ્રસ્તિએ રવિવારે ટ્વિટ કર્યું કે તેમની 5 ફેબ્રુઆરીની દિલ્હી-ભુવનેશ્વર ફ્લાઇટ રદ કરવામાં આવી છે અને વિસ્તારાની 'કસ્ટમર કેર' છેલ્લા 48 કલાકથી 'વ્યસ્ત' થઈ રહી છે. અન્ય પેસેન્જર અર્પિત સિંહ ખુરાનાએ પણ શનિવારે ટ્વિટ કર્યું હતું કે તેમની 12 ફેબ્રુઆરીની દિલ્હી-કોલકાતા ફ્લાઇટ રદ કરવામાં આવી છે.

કસ્ટમર કેર નંબર કોઈ ઉપાડી રહ્યું નથી. એ જ રીતે, અન્ય મુસાફર પ્રણવ કુમાર મંડલે કહ્યું કે તે કેન્સરનો દર્દી છે અને કીમોથેરાપી માટે 9 ફેબ્રુઆરીએ આવવાનો હતો પરંતુ વિસ્તારાએ 8 ફેબ્રુઆરીએ કોલકાતા-મુંબઈની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે. અન્ય કેટલાક મુસાફરોએ પણ તેમની ફ્લાઇટ કેન્સલેશન અને કસ્ટમર કેર સાથે કોઈ સંપર્ક ન હોવા અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણ કરી છે.

આ સિવાય કેટલાક મુસાફરોનું કહેવું છે કે તેમની ફ્લાઈટ કોઈપણ પ્રકારની ચર્ચા કર્યા વગર બદલી દેવામાં આવી છે. જ્યારે આ સંદર્ભે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વિસ્તારાના પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું કે કોવિડ-19ના કેસમાં વધારો થયા બાદ કેટલાક રાજ્યોમાં લાદવામાં આવેલા નિયંત્રણોને કારણે હવાઈ મુસાફરીની માંગમાં ઘટાડો થયો છે. પરંતુ ફેબ્રુઆરીમાં અચાનક માંગમાં તીવ્ર વધારો થયો હતો. તેમણે કહ્યું કે આ સ્થિતિને જોતા એરલાઈન્સ માંગ સાથે ક્ષમતાને સમાયોજિત કરવામાં વ્યસ્ત છે.

Next Story