Connect Gujarat
ટ્રાવેલ 

યાત્રી કૃપયા ધ્યાન દે! અમદાવાદ મુંબઈ તેજસ એક્ષપ્રેસ હવે સપ્તાહના 6 દિવસ દોડશે

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 12 મી એપ્રિલથી શરૂ થયા પછી અમદાવાદથી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ સપ્તાહના પાંચ નહી છ દિવસ દોડશે.

યાત્રી કૃપયા ધ્યાન દે! અમદાવાદ મુંબઈ તેજસ એક્ષપ્રેસ હવે સપ્તાહના 6 દિવસ દોડશે
X

પશ્ચિમ રેલવે વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર IRTCT દ્વારા દોડાવવામાં આવનારી અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ 12 મી એપ્રિલથી શરૂ થયા પછી અમદાવાદથી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ સપ્તાહના પાંચ નહી છ દિવસ દોડશે. આમ હવે તેજસ મંગળવારે પણ દોડશે. મહત્વનું છે કે, અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસ વિશ્વસ્તરીય પ્રવાસ અનુભવની સાથે પ્રવાસીઓ અને તેમા પણ ખાસ કરીને બિઝનેસ ટ્રેલરને આરામદાયી પ્રવાસની સગવડ પૂરી પાડે છે.IRCTC મુંબઈ-અમદાવાદ તેજસ એક્ઝિક્યુટિવ ચેર કાર અને અને એસી ચેર ક્લાસ સર્વિસ પૂરી પાડે છે.

આ ટ્રેનના કેટલાક મહત્વના ફિચર્સમાં જોઈએ તો પ્રવાસીઓ માટેની આરામદાયક સીટ, ઓન-બોર્ડ ઇન્ફોટેઇનમેન્ટ, ઓટોમેટિક ઇન્કટરનેક્ટિંગ ડોર્સ, સીસીટીવી કેમેરા, જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સ્ક્રીન, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, મોડ્યુલર બાયો-ટોઇલેટ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ડોર, વેનેટિયન બ્લાઇન્ડ્સ સાથેની વિન્ડોઝ, બ્રેઇલી ઇન્ટિગ્રેટેડ સીટ નંબર, પહોળી લગેજ રેક વગેરેનો સમાવેશ થાય છે. આ આધુનિક પાસાઓ ઉપરાંત આઇઆરસીટીસી તેજસ ટ્રેન પ્રવાસીઓને વિના મૂલ્યે પ્રવાસ વીમો પૂરો પાડે છે.

તેમા ટ્રેન પ્રવાસમાં કલાકથી વધુ વિલંબ થાય તો નાણા રિફંડ મળે છે.જેમાં બાન્દ્રા ટર્મિનસ-જોધપુર એક્સપ્રેસ, વીરાંગના લક્ષ્મીબાઈ એક્સપ્રેસ, અજમેર એક્સપ્રેસ, બિકાનેર એક્સપ્રેસ, શ્રી ગંગાનગર એક્સપ્રેસ, દાદર થી અજમેર એક્સપ્રેસ, ભગત કી કોઠી એક્સપ્રેસ, બિકાનેર સુપરફાસ્ટ એક્સપ્રેસ, ઇન્દોર થી જોધપુર એક્સપ્રેસ, ઉદયપુરથી ખજુરાહો એક્સપ્રેસ, કામાખ્યા એક્સપ્રેસ, ન્યુ જલપાઈગુડી એક્સપ્રેસ, શાલીમાર એક્સપ્રેસ, જયપુર એક્સપ્રેસ, બારમેરથી યશવંતપુર એક્સપ્રેસ, મદારથી કોલકાતા એક્સપ્રેસ, જયપુર થી ભોપાલ એક્સપ્રેસ, હિસાર થી કોઇમ્બતુર એક્સપ્રેસ, દિલ્હી સરાય રોહિલા ઉદયપુર સિટી એક્સપ્રેસ ટ્રેન નો સમાવેશ થાય છે.

Next Story