બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

New Update
બે દિવસ પહેલા અમિતાભે શેર કરી હતી કવિતા- કહ્યું, મુશ્કેલ સમય પસાર થઈ જશે

પોતાના શબ્દોના માધ્યમથી અમિતાભ બચ્ચને લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમના વિરુદ્ધ હિંમત બનાવી રાખવા માટે પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને આ કવિતા શેર કરી હતી.

મહાનાયક અમિતાભ બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેનાર અમિતાભ બચ્ચને ખુદ ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ હોવાની સૂચના ફેન્સને આપી હતી. સોશિયલ મીડિયા દ્વારા લોકોને દરેક મુદ્દા પર હિંમત આપનાર અમિતાભે બે દિવસ પહેલા જ એક કવિતા શેર કરી હતી, જેમાં તેમણે લોકોને આ મુશ્કેલ સમયમાં ટકી રહેવા માટે પ્રોસ્તાસિત કર્યાં હતા.

અમિતાભે પોતાના અવાજમાં આ કવિતાને શેર કરી હતી. કવિતાના બોલ આવા છે- ગુજર જાએગા ગુજર જાએગા, મુશ્કિલ બહોત હૈ મગર વક્ત હી તો હૌ, ગુજર જાએગા, જિંદા રહેને કા જે જો જજ્બા હૈ, ફિર ઉભર આએગા, ગુજર જાએગા, માના મૌત ચેહરા બદલ કર આઈ હૈ, માના રાત કાલી હૈ ભયાવહ હૈ, ગહરાઈ હૈ, લોગ દરવાજોં પે, રાસ્તોં પે રૂકે બૈઠે હૈ, કઈ ઘબરાઇ હૈ, સહમે હૈં, છિપે બૈઠે હૈ, મગર યકીન રખ યહ બસ લમ્હા હૈ દો પલ મેં બિખર જાએગા, જિંદા રહને કા યે જો જજ્બા હૈ ફિર અસર લાએગા, મુશ્કિલ બહોત હૈ, મગર વક્ત તો હૈ ગુજર જાએગા, ગુજર જાએગા, પોતાના આ શબ્દોના માધ્યમથી અમિતાભે લોકોને કોરોના કાળ સામે લડવા અને તેમની વિરુદ્ધ પોતાનો સંયમ બનાવી રાખવા પ્રેરિત કર્યાં હતા. તેમણે 8 જુલાઈએ ટ્વીટ કરીને સુંદર કવિતા શેર કરી હતી.

 શનિવારે મોડી રાત્રે અમિતાભ અને અભિષેક બચ્ચન બંન્નેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યારબાદ તેમને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રેપિડ ટેસ્ટ બાદ તેમનો બીજો ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ 24 કલાકમાં આવી જશે.  

જ્યા બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્રણેયનો રિપોર્ટ નેગેટિવ આવ્યો. તેમના સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે. હાલ અમિતાભ અને અભિષેક જલદી સાજા થાય તેની દુઆ દેશ કરી રહ્યો છે. 

Read the Next Article

આંધ્રપ્રદેશ સરકારે રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી સેવા કરશે શરૂ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે

New Update
ઍન્ડ

આંધ્રપ્રદેશના પરિવહન મંત્રી મંડીપલ્લી રામપ્રસાદ રેડ્ડીએ ગુરુવારે (24 જુલાઈ, 2025) જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ સરકારે 15 ઓગસ્ટ 2025 થી રાજ્યભરમાં મહિલાઓ માટે મફત બસ મુસાફરી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

રામપ્રસાદ રેડ્ડીએ કહ્યું કે આ પહેલ એ મહિલાઓ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક છે જેમણે આંધ્રપ્રદેશમાં અમારી મહાન જીતમાં અમને ટેકો આપ્યો. અમે આ યોજનાને રાજ્યભરની તમામ મહિલાઓ સુધી પહોંચાડવામાં ખુશ છીએ. અમારી સરકારની ફિલસૂફી સરળ છે. અમારી સફળતામાં યોગદાન આપનારાઓને પાછું આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

'સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પડશે'

પરિવહન મંત્રીએ કહ્યું કે, આ સેવા તમામ પલ્લે-વેલુગુ, લક્ઝરી અને અલ્ટ્રા-લક્ઝરી બસોમાં ઉપલબ્ધ હશે, જે રાજ્યભરમાં મહત્તમ કવરેજ ધરાવશે., સરકારના આ નિર્ણય અંગે, અધિકારીઓએ જણાવ્યું હતું કે મફત બસ યોજના સરકારી તિજોરી પર 3,500 કરોડ રૂપિયાનો બોજ પાડશે.                                                                                                                              

5 ઓગસ્ટથી શરૂ થનારી આ યોજના, મે 2024 ની ચૂંટણી પહેલા તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા કરવામાં આવેલી ચૂંટણી સુપર સિક્સ ગેરંટીનો એક ભાગ છે. તમને જણાવી દઈએ કે તેલંગાણાની રેવંત રેડ્ડી યોજનાએ પણ આવી જ નીતિ લાગુ કરી છે.

Latest Stories