Connect Gujarat
ગુજરાત

USA: એટલાન્ટાના સ્વામિનારાયણ ગુરુકૂળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

USA: એટલાન્ટાના સ્વામિનારાયણ ગુરુકૂળમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ
X

પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં ભાગવત્ કથા, મહાવિષ્ણુયાગ,સમૂહ મહાપૂજા, મહાઅભિષેકના કાર્યક્રમો યોજાશે

અમેરિકાના એટલાન્ટા સિટીમાં નવનિર્મિત સ્વામિનારાયણ ગુરુકૂળ ખાતે તા.29 ઓગસ્ટથી તા.3 સપ્ટેમ્બર સુધી 6 દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન ઉપસ્થિત રહેનાર પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં ભાગવત્ કથા, મહાવિષ્ણુયાગ, સમૂહ મહાપૂજા, મહાઅભિષેક અને જન્માષ્ટમી ઉત્સવના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમમાં ભારત સહિત વિવિધ દેશોમાંથી 30 થી વધુ સંતો પણ ઉપસ્થિત રહેશે.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="63343,63344,63345,63346"]

એટલાન્ટામાં વસવાટ કરતા હરિભક્તોના પ્રયાસથી દુલુથ ખાતે 10 એકરની વિશાળ જગ્યામાં સ્વામિનારાયણ ગુરુકૂળનું નિર્માણ કરાયું છે. આ ગુરુકૂળનો પ્રારંભ ગત વર્ષે તા.4 નવેમ્બરે થયા બાદ ગુરુકૂળના મંદિરમાં ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, ગણેશજી અને હનુમાનજીની નયનાકર્ષક મૂર્તિઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન તા.29 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે.

સ્વામિનારાયણ ગુરુકૂળમાં આયોજિત મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે માહિતી આપતાં પ્રભુ સ્વામી(પોઇચા સ્વામિનારાયણ મંદિર)એ જણાવ્યું હતું કે, એટલાન્ટાના ગુરુકૂળમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત તા.29 ઓગસ્ટથી 3 સપ્ટે.દરમિયાન રોજ સાંજે 5 થી 8 સુધી પુરાણી પૂ.કૃષ્ણપ્રિયદાસજી સ્વામીના વ્યાસપીઠપદે ભાગવત્ કથા પારાયણ યોજાશે. તા.31 ઓગસ્ટથી તા.2 સપ્ટે.સુધી 11 કુંડી મહાવિષ્ણુયાગનું અઆયોજન કરાયું છે. તા.2 સપ્ટે.ના રોજ સમૂહ મહાપૂજા યોજાશે, જ્યારે તા.3 સપ્ટેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ,મહાઅભિષેક, અન્નકૂટ આરતી, મટકી ફોડ અને જન્માષ્ટમી ઉત્સવના કાર્યક્રમો નિર્ધારિત કરાયા છે. એટલાન્ટાના સ્વામિનારાયણ ગુરુકૂળ ખાતે યોજાનાર આ કાર્યક્રમોમાં ડલાસ, શિકાગો, લોસ એન્જલસ, ન્યૂયોર્ક, ન્યૂજર્સી સહિત વિવિધ શહેરોમાંથી હરિભક્તો ભાગ લેશે.

ગુરુકૂળમાં શનિ-રવિ બાળકોને સંસ્કાર સિંચનનું ભાથું પિરસાય છે

સ્વામિનારાયણ ગુરુકૂળ-એટલાન્ટાનો પ્રારંભ હજુ 9 મહિના અગાઉ થયો છે. પરંતુ ટૂંકાગાળામાં જ ગુરુકૂળમાં શરૂ થયેલી વિવિધ પ્રવૃત્તિઓને કારણે હરિભક્તોમાં આકર્ષણ ઊભું કર્યું છે. ગુરુકૂળના સંતો પૂ.શ્રુતિપ્રકાશ સ્વામી અને પૂ.ધર્મચરણદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ દર શનિવારે ગુજરાતી-હિન્દી અને સંગીતના ક્લાસ યોજાય છે. જ્યારે રવિવારે યોગાભ્યાસ અને ભારતીય સંસ્કૃતિનું શિક્ષણ આપતા ક્લાસ યોજાય છે. આ ક્લાસિસમાં ભારતીય-ગુજરાતી પરિવારના બાળકો ઉમળકાભેર ભાગ લઇ રહ્યા છે.

Next Story