/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/Untitled-1-copy-10-4.jpg)
આજથી અખિલ ભારતીય ટેનિસ સ્પર્ધા નો શુભારંભ
વડોદરા શહેરમાં ટેનિસ રમતના પ્રચાર અને પ્રસાર માટે કાર્યરત સંસ્થા બિટીપીએ વડોદરા ખાતે પ્રથમ વખત નૅશનલ ટેનિસ ટુર્નામેન્ટ નું આયોજન કરી રહ્યું છે. વડોદરામાં અકોટા સ્ટેડિયમ સ્થિત ટેનિસ એકેડમીમાં આજથી અખિલ ભારતીય ટેનિસ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વડોદરામાં એલેમ્બિક અને ઓલ ઇન્ડિયા સિનિયર ટેનિસ એસીસીએશન આયોજિત એસ્ટાનરશનલ ટેનિસ ચેમ્પિયનશિપનો શુભારંભ કરવામાં આવ્યો. ટુર્નામેન્ટના આયોજક પ્રણવ અમીન અને સુનિલ વ્યાસ તેમજ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો સાથે મળીને આકાશમાં બલૂન ઉડાવીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી.
આંતર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભારત નું નામ રોશન કરનાર સિનિયર ખેલાડી મયુર માણેકનું સન્માન કરવામાં આવ્યું હતું .વડોદરામાં પ્રથમ વખત લોન ટેનિસની રાષ્ટ્રીય કક્ષા ની સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું છે.દેશભર માંથી ૩૦૦ થી વધુ ખેલાડીઓ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. આ ટુર્નાનેન્ટમાં વિજેતા ખેલાડીઓને ૪ લાખના ઇનામો આપવામાં આવશે. ચાર ગ્રુપ ના ૩૫, ૪૫, ૫૫ અને ૬૫ વય જૂથના ખેલાડીઓની વચ્ચે સ્પર્ધા યોજાશે. ભારતના નામાંકિત ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે.