વડોદરા : એકતાનગરમાં અચાનક થઈ CM ની ENTRY, સ્થાનિક આગેવાનો ઊંઘતા ઝડપાયા

વડોદરાની મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા જ એકતાનગર આવી પહોંચ્યા હતા.

New Update

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાની આગવી શૈલીના કારણે અનેક વાર સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બનતા હોય છે. તેઓ મુખ્યમંત્રી બન્યા તે સમયથી જ તેમની સાદગીની રાજ્યભરમાં ચર્ચા થાય છે ત્યારે આજે ફરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈક આવું જ કર્યું છે. વડોદરાની મુલાકાત દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ ઓચિંતા જ એકતાનગર આવી પહોંચ્યા હતા. એકતાનગર ઝૂંપડપટ્ટી વાળા વિસ્તારમાં જઈને લોકો સાથે સામે ચાલીને સંવાદ કર્યો હતો જેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

આ પહેલા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ચર્ચામાં આવ્યા હતા જ્યારે બગોદરા હાઇવે પોતાનો કાફલો રોકાવીને એક ઢાબા પર ખાટલા પર ચા પીવા બેઠા હતા. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં અનેક મુશ્કેલીઓ વચ્ચે લોકો જીવી રહ્યા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી આજે સવારે 9:30 વાગ્યે અચાનક જ એકતાનગર ની મુલાકાતે પહોંચ્યા હતા. આમ CMને પોતાના વિસ્તારમાં આવેલા જોઇને સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા.

આ દરમિયાન એક વૃદ્ધ મહિલા સહિત સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારની મુશ્કેલી અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ પણ તેમની મુશ્કેલીઓ દૂર કરવાની હૈયા ધારણા આપી હતી બીજી તરફ રાજકીય અગ્રણીઓ મુખ્યમંત્રીની એકતાનગર ની મુલાકાત અંગે કોઇ ન હોવાનું જાણવા મળ્યું છે. આમ CM(કોમન મેનની જેમ) આજે કોઇને જાણ કર્યા વિના જ વડોદરા એકતાનગરમાં પહોંચી ગયા હતા. જેના પગલે સ્થાનિક લોકોમાં પણ ખુશી જવા મળી હતી. 

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.