Connect Gujarat
વડોદરા 

વડોદરા: વાઘોડિયાથી કપુરાઈ ચોકડી વચ્ચે બે સ્થળોએ અકસ્માત,મહિલાનું મોત તો ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો

રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે અકસ્માતની વણઝાર સર્જાઇ હતી વાઘોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી વચ્ચે અકસ્માતના બે બનાવ બન્યા હતા

વડોદરા: વાઘોડિયાથી કપુરાઈ ચોકડી વચ્ચે બે સ્થળોએ અકસ્માત,મહિલાનું મોત તો ભારે ટ્રાફિકજામ પણ સર્જાયો
X

શનિવારે રાતે વડોદરા શહેર નજીકથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાઘોડિયા કપુરાઈ ચોકડી વચ્ચે બે અલગ અલગ અકસ્માતના બનાવો નોંધાતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ પોલીસને અને ફાયર બ્રિગેડને કરાતા કામે લાગેલી ટીમોએ બચાવ કામગીરી પાર પાડી વાહન વ્યવહાર રાબેતા મુજબનો કર્યો હતો.

વડોદરા શહેર માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે અકસ્માતની વણઝાર સર્જાઇ હતી વાઘોડિયા ચોકડી થી કપુરાઈ ચોકડી વચ્ચે અકસ્માતના બે બનાવ બન્યા હતા વાઘોડિયા વાઘોડિયા ચોકડી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ ગીરીરાજ હોટલ પાસેથી પસાર થઈ રહેલ ટ્રકના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક આગળ ચાલી રહેલ ટ્રોલીમાં ધસી ગઈ હતી. જેને લઇ ડ્રાઇવર ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ધડાકાભેર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેની જાણ પોલીસને અને ફાયર બ્રિગેડને કરાતા સ્થળ પર પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનો ટ્રકમાં ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢી સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આપ્યો હતો અને વાહન વ્યવહાર ધમધમતો રહ્યો હતો. જ્યારે અન્ય એક બનાવવામાં કપુરાઈ ચોકડી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્રોસ કરી રહેલા પહેલા અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા મહિલાનો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું મોતને ભેટનાર મહિલા કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

Next Story