વડોદરા : હાઈપ્રોફાઈલ રેપ કેસનો મુખ્ય આરોપી CA અશોક જૈન પાલીતાણાથી ઝડપાયો.
વડોદરાના ચકચારી રેપ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે આગોતરા જામીનનો હુકમ થાય તે પહેલાં જ ઝડપાય ગયો છે.
BY Connect Gujarat7 Oct 2021 5:19 AM GMT

X
Connect Gujarat7 Oct 2021 5:19 AM GMT
વડોદરાના ચકચારી રેપ કેસનો મુખ્ય આરોપી અશોક જૈન આખરે આગોતરા જામીનનો હુકમ થાય તે પહેલાં જ ઝડપાય ગયો છે.
પરપ્રાંતીય પીડિતાને ટ્રેનિંગ દરમિયાન દબાણમાં રાખી બળાત્કાર ગુજારનાર તેમજ તેના ફોટા વાયરલ કરનાર સીએ અશોક જૈન અને પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે બળાત્કારનો ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં રાજુ ભટ્ટ તેમજ તેને પકડવામાં મદદ કરનાર કાનજી મોકલ્યાની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અશોક જૈને આગોતરા જામીન માગ્યા હતા જેની સુનાવણી થઇ ચૂકી છે. જે બાદ આવતીકાલે તા. 8મીએ તેનો ચુકાદો આવનાર છે. અશોક જૈનને પકડવા માટે પોલીસની 7 ટીમો કામે લાગી હતી. જે દરમિયાન ગત રાત્રે પાલીતાણાથી હાઈપ્રોફાઈલ કેસનો મુખ્ય આરોપી CA અશોક જૈનને ઝડપી પાડી વડોદરા લાવવામાં આવ્યો છે.
Next Story