Connect Gujarat
વડોદરા 

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સેવિકાનું રહસ્યમય રીતે મોત,પોલીસે શરૂ કરી તપાસ

સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગુણાતીતાનંદના વિવાદાસ્પદ મૃત્યુ બાદ હવે ફરી એકવાર 82 વર્ષીય મહિલા સેવીકા મૃદુલાબેન જયેન્દ્રભાઇ શાહનું રહસ્યમયી રીતે મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે

વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સેવિકાનું રહસ્યમય રીતે મોત,પોલીસે શરૂ કરી તપાસ
X

વડોદરા શહેરના હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગુણાતીતાનંદના વિવાદાસ્પદ મૃત્યુ બાદ હવે ફરી એકવાર 82 વર્ષીય મહિલા સેવીકા મૃદુલાબેન જયેન્દ્રભાઇ શાહનું રહસ્યમયી રીતે મૃત્યુ થતાં ચકચાર મચી જવા પામી છે સૂત્રો પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ મહિલા સેવીકાનુ રાત્રે સુઇ ગયા બાદ પલંગ પરથી પડી જવાના કારણે મૃત્યુ થયું હોવાનું બહાર આવ્યું તેઓના મૃતદેહને એસ.એસ.જી.હોસ્પિટલમાં ખસેડી પેનલ પોસ્ટમોર્ટમ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હરિધામ સોખડા મંદિરના ગાદીપતિ નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહિલા સેવીકાનુ રહસ્યમય મૃત્યુ અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. ગતરાત્રીના સેવીકા મૃદુલાબેન આત્મીય કોલોનીમાં સેવીકાઓના નિવાસ્થાને પોતાના શયનખંડમાં સૂતા હતા.

રાત્રીના દસ વાગ્યાના સુમારે પલંગ પરથી પડી જવાના કારણે તેમના મોંઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી અને શયનખંડમાં જ તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર હરિધામ સંકુલમાં મૃતક મૃદુલાબેનની સાથે રહેતા તથા તેમના સંપર્કમાં રહેલા લોકોના નિવેદનો લેવાની કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. ગુણાતીત સ્વામીના રહસ્યમય મૃત્યુ અંગે મંદિરના સંચાલકો દ્વારા પોલીસને અંધારામાં રાખવામાં આવ્યા હતા પોલીસે હાથ ધરેલી તપાસ બાદ ગુણાતીત સ્વામીના મોતમા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આપઘાત કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો ત્યારે હાલ તાલુકા પોલીસ દ્વારા મૃતક મૃદુલાબેન ના પોસ્ટમોર્ટમની રાહ જોવાઇ રહી છે. મૃદુલાબેન ના મૃત્યુનું સાચું કારણ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવવાની શક્યતા છે.

Next Story