Connect Gujarat
વડોદરા 

વડોદરા : પતંગના દોરામાં ફસાય જતાં પક્ષીને ઇજા, ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યું...

વડોદરા શહેર તથા જીલ્લામાં ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ જાય છે.

વડોદરા : પતંગના દોરામાં ફસાય જતાં પક્ષીને ઇજા, ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યું...
X

વડોદરા શહેર તથા જીલ્લામાં ઉત્તરાયણ આવતા જ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે જોખમ શરૂ થઇ જાય છે. પંડ્યા બ્રિજ પાસે ઝાડ ઉપર રાત પસાર કરતા બાજ પક્ષી ઝાડ પર પડેલા પતંગના દોરામાં ફસાય જતાં ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી તેને બચાવી લીધું હતું.

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે નારી સંરક્ષણ કેન્દ્ર નજીક આવેલા ઘટાદાર વૃક્ષ ઉપર બાજ પક્ષી સહિત અનેક વિધ પ્રકારના પક્ષીઓ રાતવાસો કરે છે. રાબેતા મુજબ બાજ પક્ષી સહિત અન્ય પક્ષીઓ રાતવાસો કરી રહ્યા હતા. તે દરમિયાન એક બાજ પક્ષી ઝાડ ઉપર કપાઇને આવેલી પતંગની દોરીમાં ફસાય ગયું હતું. પતંગની દોરીમાં ફસાય ગયેલા બાજે છૂટવા માટે અથાગ પ્રયાસો કર્યા હતા. પરંતુ, બાજ નીકળી શક્યું ન હતું. આ દરમિયાન પસાર થઇ રહેલા એક જીવદાય પ્રેમીની નજર બાજ ઉપર પડતાં તુરત જ તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ઉત્તરાયણ પર્વ માટે બનાવવામાં આવેલી ફાયર બ્રિગેડની 3 લાશ્કરોની રેસ્ક્યુ ટીમ સ્થળ પર આવી પહોંચી સાવચેતી પૂર્વક પતંગની દોરીમાં ફસાય ગયેલા બાજને મુક્ત કર્યું હતું. જોકે, પતંગની દોરીથી બાજ પક્ષીના ગળામાં ગંભીર ઇજા પહોંચતા ઉડી પણ શક્યું ન હતું. ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમ દ્વારા બાજની યોગ્ય સારવાર કરી તેને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Next Story