Connect Gujarat
વડોદરા 

વડોદરા: ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યની હત્યા કરનાર લવ જેહાદી વસીમ મલેકને આજીવન કેદ,જાહરમાં 4 વાર ગળે ટૂંપો દઈ કરી હતી હત્યા

જુના પાદરા રોડ પર ઓર્ચિડ બેંગ્લોઝમાં માતા અને નાની બહેન સાથે રહેતી ૨૫ વર્ષીય પ્રાચી યુવરાજ માર્ય એન્જિનિયરીંગનો અભ્યાસ પુરો કર્યા બાદ મુજમહુડા ખાતે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતી હતી .

વડોદરા: ડ્રામા આર્ટિસ્ટ પ્રાચી મૌર્યની હત્યા કરનાર લવ જેહાદી વસીમ મલેકને આજીવન કેદ,જાહરમાં 4 વાર ગળે ટૂંપો દઈ કરી હતી હત્યા
X

વડોદરાના જુનાપાદરા રોડ પર રહેતી એન્જિનિયર તેમજ ડ્રામા આર્ટિસ્ટ ૨૫ વર્ષીય પ્રાચી માર્યને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરીને ધમકી આપ્યા બાદ તેની પાંચ વર્ષ અગાઉ મોડી રાત્રે જુનાપાદરા રોડ પર જાહેરમાં ગળે ટુંપો દઈને હત્યા કરવાના ચકચારભર્યા બનાવમાં અદાલતે હત્યારા વસીમ મલેકને આજીવન કેદની સજા ફટકારી હતી જયારે મૃતકની માતાને પાંચ લાખનું વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો .

જુનાપાદરારોડ પર ઓર્ચિડ બેંગ્લોઝમાં માતા અને નાની બહેન સાથે રહેતી ૨૫ વર્ષીય પ્રાચી યુવરાજ માર્ય એન્જિનિયરીંગનો અભ્યાસ પુરો કર્યા બાદ મુજમહુડા ખાતે ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતી હતી . સારી નોકરીની શોધ દરમિયાન તે અલકાપુરીની અપ્લોઝ સ્ટુડિયો ખાતે ડ્રામા ક્લાસમાં જોડાઈ હતી . પ્રાચીને તેના ક્લાસમાં આવતા ૨૪ વર્ષીય વસીમ ઉર્ફ અરહાન સિકંદર મલેક ( ફાતેમા રેસીડન્સી , કરોડિયારોડ ગોરવા ) સાથે પ્રેમસંબંધ બંધાયા હતા પરંતું ત્યારબાદ તેઓની વચ્ચે બ્રેકઅપ થતાં પ્રાચીએ તેની સાથે તમામ સંબંધો તોડી નાખ્યા હતા બ્રેકઅપ થયા બાદ પણ લવજેહાદી વસીમ મલેકે પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે પ્રાચીને વારંવાર ફોન કરી તેનો પીછો કરતો અને ધમકી આપતો હતો .

ગત ૨૪-૪-૨૦૧૯ના રોજ પ્રાચી ડ્રામા ક્લાસ તરફથી ખંભાત ખાતે યોજાયેલા ડ્રામામાં ભાગ લેવા માટે સાથી કલાકારો સાથે મેકઅપનો સામાન તેમજ કપડાની બેગ ભરીને એક્ટિવા પર ગઈ હતી.પ્રાચી ડ્રામાનો કાર્યક્રમ પતાવીને મોડી રાતે વડોદરા પરત ફરવાની છે તેવી વસીમ મલિકે પ્રાચીના સાથીકલાકાર મારફત જાણકારી મેળવી લેતા તે બાઈક લઈને ડ્રામા ક્લાસની બહાર પ્રાચીની વોચમાં ઉભો હતો . દરમિયાન રાત્રે દોઢ વાગ્યો અને પ્રાચી એકલી એક્ટિવા પર ઘરે જવા નીકળતા તેનો સાથી કલાકાર અંકિત શર્મા પણ તેની બાઈક લઈને પ્રાચીને ઘર સુધી છોડવા નીકળ્યો હતો . આશરે દોઢેક વાગે તેઓ નંદ સોસાયટી ચારરસ્તા પાસેથી પસાર થતા જ તેઓની પાછળ પુરઝડપે ધસી ગયેલા વસીમે ઓવરટેક કરીને પ્રાચીને રસ્તામાં આંતરી હતી .

એક તબક્કે અંકિત શર્માએ તેને રોકવાનો પ્રયાસ કરતા પ્રાચીએ ' આ વસીમ મારો એક્સ બોયફ્રેન્ડ છે અને થોડો બેવકુફ છે , આ મારી પર્સનલ મેટર છે , હું જોઈ લઈશ તેમ કહીને અંકિતને ત્યાંથી રવાના કર્યો હતો . અંકિત રવાના થયા બાદ વસીમે પ્રાચીને ફરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું પરંતું આ મુદ્દે તેઓની વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા વસીમે રાતે અઢી વાગે પ્રાચી સાથે બળજબરી કરતા તેઓની વચ્ચે ઝપાઝપી થઈ હતી . આ ઝપાઝપી દરમિયાન કટ્ટરવાદી વસીમે ઝનુનભેર પ્રાચી પર હુમલો કર્યો હતો અને પ્રાચીને તેના જ દુપટ્ટા વડે ગળે ટુંપો દઈને જાહેરમાર્ગ પર તેની હત્યા કરી હતી . હત્યા કર્યા બાદ તેણે પ્રાચીની લાશને ખેંચીને નંદ સોસાયટી ચારરસ્તા પાસે યુનાઈટેડ ગરબા ગ્રાઉન્ડની સામે ઝાડ નીચે ફેંકી હતી અને પ્રાચીના બે મોબાઈલ ફોન તેમજ તેના એક્ટિવાની ચાવી લઈને ફરાર થયો હતો. બીજાદિવસે સવારે પ્રાચીની લાશની ઓળખ છતી થતાં આ બનાવની પ્રાચીની માતા યશોદાબેને જેપી રોડ પોલીસ મથકમાં અંકિત શર્મા અને વસીમ મલેક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી . આ બનાવની તત્કાલીન પીઆઈ નિલેશ બ્રહ્મભટ્ટે તપાસ શરૂ કરી હતી અને અંકિતને ઝડપી પાડ્યા બાદ તેના ૧૬૪ મુજબના નિવેદન બાદ હત્યારા વસીમ મલેકની ધરપકડ કરી હતી . આ કેસ અદાલતમાં ચાલી જતા ખાસ સરકારી વકીલ પી.એન.પરમારની દલીલો તેમજ પોલીસે રજૂ કરેલા સીસીટીવી કેમેરાના ફુટેજ અને મોબાઈલ ફોનના ડેટા સહિત ૧૦૦ થી વધુ દસ્તાવેજી પુરાવા અને ૩૩ જેટલા સાહેદોની જુબાનીને ધ્યાને લઈ એડી.સેશન્સ જજ પી.એમ.ઉનડકટે આરોપી વસીમ મલેકને સખત આજીવન કેદની સજા ફટકારી પંદર હજારનો દંડ ભરવાનો આદેશ કર્યો હતો તેમજ ગુજરાત વીક્ટીમ કોમ્પેનસેશન સ્કીમ હેઠળ પ્રાચીની માતાને પાંચ લાખ રૂપિયા વળતર ચુકવવાનો આદેશ કર્યો હતો .

Next Story