Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવાપુરામાંથી 30 પેટી દારૂના જથ્થા સાથે 1 શખ્સની પોલીસે કરી ધરપકડ…

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પોલીસે છાપો 30 પેટી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

વડોદરા : નવાપુરામાંથી 30 પેટી દારૂના જથ્થા સાથે 1 શખ્સની પોલીસે કરી ધરપકડ…
X

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પોલીસે છાપો 30 પેટી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે, દારૂનો જથ્થો કોને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેર પોલીસનું અવિરત પેટ્રોલિંગ હોવા છતાં બુટલેગરોને જાણે કાયદા અને કાનૂનની પરવાહ ન હોય તેમ ઉઘાડે છોગ વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, ત્યારે આર.વી. દેસાઈ રોડ ઉપર આવેલા સાંઈબાબા એપાર્ટમેન્ટમાં વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવેલ હોવાની બાતમી નવાપુરા પોલીસને મળતા સમી સાંજે દરોડો પાડ્યો હતો. ફ્લેટમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 30 થોક બંધ પેટીઓ મળી આવી હતી. છુપાવેલા વિદેશી દારૂની પેટીઓમાંથી આશરે 350થી વધુ બોટલોનો જંગી જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂનો વેપલો કરનારા અપ્પુ જયસ્વાલની પણ પોલીસે અટકાયત કરીને પ્રાથમિક પૂછતાછ કરતા વેચાણ અર્થે દારૂ છૂપાવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આશરે 1 લાખ રૂપિયાથી વધુની કિંમતનો દારૂ પોલીસે કબજે કરીને અપ્પુ જયસ્વાલ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ગુનો નવાપુરા પોલીસ મથકે દાખલ કર્યો હતો, ત્યારે હાલ તો આ દારૂનો જથ્થો કોને કોને સપ્લાય થવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Next Story