Connect Gujarat
વડોદરા 

વડોદરા: કંપનીમાં 70 ફૂટ ઉંચાઇથી પટકાતા યુવકનું મોત, વળતરની માંગ સાથે પરિવારજનો મૃતદેહ લઇ કલેક્ટર કચેરી પહોંચ્યા

પરિવાર દ્વારા 60 લાખના વળતરની માંગ સાથે તેનો મૃતદેહ વડોદરા કલેકટર કચેરી ખાતે લઈ પહોંચ્યા હતા

X

વડોદરા શહેરની મકરપુરા GIDCમાં આવેલી ખાનગી કંપનીની છત પર કામ કરી રહેલો યુવક નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું. જેથી પરિવાર દ્વારા 60 લાખના વળતરની માંગ સાથે તેનો મૃતદેહ વડોદરા કલેકટર કચેરી ખાતે લઈ પહોંચ્યા હતા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિજય વાડીમાં રહેતા મહેશભાઈ પરમાર મકરપુરા GIDC ખાતે આવેલી પોલિમેક પ્લાસ્ટ મશીન લીમિટેડ નામની કંપનીમાં છત ધોવા માટે ઉપર ચડ્યો હતો. જ્યાં 70 ફૂટ ઊંચાઈ પરથી તે નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું હતું.આ બાબતે રોષ વ્યક્ત કરી પરિવારજનો મૃતદેહ કલેક્ટર કચેરી ખાતે લઈ ગયા હતા.

આ બનાવ અંગે મહેશ પરમારના પિતા ભાઈલાલભાઈએ જણાવ્યું હતું કે, મારો પુત્ર મહેશ કંપનીની છત ધોવા માટે ઉપર ચડ્યો, ત્યારે તેને સેફ્ટીના કોઈ સાધનો આપવામાં આવ્યા નહોતા. તેમજ નીચે પણ તેની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહોતી. જેથી આ સંપૂર્ણ બેદરકારી કંપનીની છે, ત્યારે મારા મૃતક પુત્રને ન્યાય મળવો જોઈએ. મારો પુત્ર પરણિત જ છે અને તેને એક દીકરો પણ છે, જે નિરાધાર બન્યો છે. અમારી માંગણી છે કે, અમારો પુત્ર મહિને 30 હજાર રૂપિયા કમાતો હતો, તો તે પ્રમાણે અમને 60 લાખ રૂપિયા વળતર કંપની દ્વારા ચૂકવવામાં આવે.

Next Story