Connect Gujarat
Featured

રાત્રિ કરફયુના કારણે કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં મદદ મળી છે : મુખ્યમંત્રી વિજય રૂપાણી

રાત્રિ કરફયુના કારણે કોરોનાનું સંક્રમણ ઘટાડવામાં મદદ મળી છે : મુખ્યમંત્રી  વિજય રૂપાણી
X

રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં ચાલી રહેલાં રાત્રિ કરફયુને 31મી જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. જામનગર ખાતે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તથા ભુમિપુજન માટે પહોંચેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફયુને લઇ આ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાત્રિ કરફયુના કારણે જ કોરોના વાયરસનું સંક્રમણ રોકવામાં મદદ મળી છે…

રાજયના ચાર મહાનગર રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતમાં દિવાળીના તહેવારો બાદ કોરોના વાયરસના કેસ વધી જતાં સરકારે રાત્રિ કરફયુ લાદી દીધો હતો. રાત્રિ કરફયુના કારણે ચારેય મહાનગરોમાં રાત્રિના સમયે ધબકતું જનજીવન ઠપ થઇ ગયું છે. ઉત્તરાયણના તહેવાર ઉપર પણ રાત્રિ કરફયુની અસર જોવા મળી હતી. હવે કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહયો છે અને શનિવારથી રસીકરણ ચાલુ થઇ રહયું છે ત્યારે રાત્રિ કરફયુ હટાવી લેવામાં આવે તેવી અટકળોએ જોર પકડયું હતું. શુક્રવારના રોજ જામનગર ખાતે પહોંચેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચારેય શહેરોમાં 31મી જાન્યુઆરી સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે તેવી જાહેરાત કરી છે. આમ ચારેય શહેરોના લોકોએ હજી વધુ 15 દિવસ સુધી રાત્રિ કરફયુનો સામનો કરવો પડશે..

Next Story