Connect Gujarat
દુનિયા

શિકાગોમાં સપ્તાહના અંતે અલગ અલગ સ્થળોએ ગોળીબાર, 8ના મોત, 16 ઘાયલ

ગોળીબારમાં આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયરિંગમાં અન્ય 42 લોકો ઘાયલ પણ થયા છે

શિકાગોમાં સપ્તાહના અંતે અલગ અલગ સ્થળોએ ગોળીબાર, 8ના મોત, 16 ઘાયલ
X

અમેરિકાના શિકાગોમાં વીકએન્ડમાં લોહીલુહાણ ગેમ રમાઈ છે. ફાયરિંગની અલગ-અલગ ઘટનાઓમાં આઠ લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયાએ આ ઘટનાઓની માહિતી આપી છે. સ્થાનિક મીડિયાએ શહેર પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે ગોળીબારની ઘટના શુક્રવારે સાંજે 5:45 વાગ્યે રેકોર્ડ કરવામાં આવી હતી, જ્યારે 69 વર્ષીય વ્યક્તિની તેના ઘરે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટના દક્ષિણ કિલપેટ્રિકની છે.

પીડિતોમાં એક સગીર અને 62 વર્ષની મહિલા સહિત તમામ વયજૂથના લોકોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ઘટનાઓ બ્રાઇટન પાર્ક, સાઉથ ઇન્ડિયાના, નોર્થ કેડજી એવન્યુ, હમ્બોલ્ટ પાર્ક સહિત અનેક વિસ્તારોમાં બની હતી. ગયા સપ્તાહમાં પણ આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયરિંગમાં અન્ય 42 લોકો ઘાયલ પણ થયા છે. દેશમાં છૂટાછવાયા ગોળીબારના અને સામૂહિક ગોળીબારના નિયમિત કિસ્સાઓ સાથે સમગ્ર યુ.એસ.માં આવી હિંસા એક મોટી સમસ્યા છે.

Next Story