Connect Gujarat
દુનિયા

ભારતમાં 200 કરોડ રસીકરણ પૂર્ણ થવા પર બિલ ગેટ્સે PM મોદીને આપ્યા અભિનંદન

ભારતે 200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે.જેના પર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા

ભારતમાં 200 કરોડ રસીકરણ પૂર્ણ થવા પર બિલ ગેટ્સે PM મોદીને આપ્યા અભિનંદન
X

અમેરિકા પછી ભારત કોરોના વાયરસના સંક્રમણને કારણે વિશ્વમાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારના નેતૃત્વમાં દેશમાં કોરોનાના નિવારણ માટે યુદ્ધના ધોરણે કોરોના રસીકરણનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભારતે 200 કરોડ રસીકરણનો આંકડો પાર કર્યો છે.જેના પર માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે પીએમ નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે. માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સે ભારતમાં 200 કરોડ કોવિડ-19 રસીકરણની સિદ્ધિ બદલ PM નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા હતા.


બિલ ગેટ્સે ટ્વિટર પર લખીને PM મોદીને કોરોનાની અટકાવવા માટે 200 કરોડ રસીકરણનો વધુ એક માઈલસ્ટોન હાંસલ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. કોવિડ19ની અસરને ઓછી કરવા માટે અમે ભારતીય રસી ઉત્પાદકો અને ભારત સરકાર સાથેની અમારી સતત ભાગીદારી માટે આભારી છીએ. ભારતે અત્યાર સુધી બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે.આમ ભારતમાં, 12-14 વય જૂથ માટે કોવિડ-19 રસીકરણ 16 માર્ચ, 2022 ના રોજ શરૂ થયું હતું. અત્યાર સુધીમાં 3.80 કરોડથી વધુ (3,80,72,341) કિશોરોને COVID-19 રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તેવી જ રીતે, 10મી એપ્રિલ, 2022ના રોજ 18-59 વર્ષની વય જૂથ માટે પ્રી-કોશન ડોઝ પણ શરૂ કરવામાં આવ્યો હતો.

Next Story