Connect Gujarat
દુનિયા

સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, હોટલ હયાતમાં આતંકીઓએ કર્યો ગોળીબાર, અત્યાર સુધીમાં આઠના મોત

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મુંબઈ જેવો હુમલો કરવામાં આવ્યો છે. જ્યાં આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ હોટેલ હયાત પર ગોળીબાર કર્યો હતો.

સોમાલિયામાં મુંબઈ જેવો હુમલો, હોટલ હયાતમાં આતંકીઓએ કર્યો ગોળીબાર, અત્યાર સુધીમાં આઠના મોત
X

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં મુંબઈ જેવો હુમલો કરવામાં આવ્યો છે. જ્યાં આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ હોટેલ હયાત પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. સુરક્ષા સૂત્રો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અલ-શબાબના લડવૈયાઓએ શુક્રવારે સોમાલી રાજધાની મોગાદિશુમાં હયાત હોટલ પર ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ હોટલ હયાત પર કબજો કરી લીધો છે.

સોમાલી પોલીસના પ્રવક્તા અબ્દીફાતાહ એડેન હસને જણાવ્યું હતું કે એક આત્મઘાતી બોમ્બર શરૂઆતમાં હોટલમાં ઘૂસી ગયો હતો અને ગોળીબાર કર્યો હતો. જેના પરિણામે સુરક્ષા દળો અને જેહાદી જૂથના બંદૂકધારીઓ વચ્ચે ભીષણ ગોળીબાર થયો હતો. આ ઘટનામાં આઠ લોકોના મોત થયા હતા. તેણે પુષ્ટિ કરી કે કેટલાક બંદૂકધારી હજુ પણ હોટલમાં છે. વધુમાં તેમણે સુનિશ્ચિત કર્યું કે સુરક્ષા અધિકારીઓ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અને કહ્યું કે આતંકવાદીઓને ટૂંક સમયમાં ખતમ કરી દેવામાં આવશે.

Next Story