Connect Gujarat
દુનિયા

દિલ્હી : રોકેટ ગતિએ વધતાં કોરોના કેસ સામે ચિંતા, શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું...

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે.

દિલ્હી : રોકેટ ગતિએ વધતાં કોરોના કેસ સામે ચિંતા, શાળાઓમાં માસ્ક ફરજિયાત કરાયું...
X

છેલ્લા થોડાક દિવસથી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે. જેના કારણે ફરી એક વાર કોરોનાનો ડર સતાવી રહ્યો છે. કોરોનાના કેસો દિલ્હીની સ્કૂલોમાં પણ આવવા લાગ્યા છે. વધતા કેસોને જોઈને ડીડી એમએમની બેઠક થઈ હતી. જેમાં દિલ્હીની સ્કૂલોને લઈને કહેવામા આવ્યું છે કે, સ્કૂલો ફરીથી બંધ કરવામાં નહીં આવે, સ્કૂલો માટે એક્સપર્ટ સાથે વાત કરીને SOP જાહેર થશે. સ્કૂલોને ચાલુ કરવા માટે વિસ્તૃત ગાઈડલાઈન ટૂંક સમયમાં જ જાહેર કરવામા આવશે. એટલે કે સ્કૂલો હવે સમગ્રપણે બંધ કરવામાં નહીં આવે. દિલ્હી સરકાર તેના પર ટૂંક સમયમાં ગાઈડલાઈન જાહેર કરશે. આ બેઠકમાં બીજા પણ અન્ય નિર્ણય કરવામાં આવ્યા છે.

દિલ્હીની હવે માસ્ક પહેરવું ફરજિયાત થઈ ગયું છે. માસ્ક ન લગાવવા પર 500 રૂપિયાનો દંડ આપવો પડશે. આ અગાઉ દિલ્હીમાં ફેસ માસ્ક ન પહેરવા પર દંડ હટાવી દીધો હતો. સોશિયલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રાખવો પડશે. સાથે જ કોરોના રસીકરણ પર પણ ભાર આપવાની વાત કરવામાં આવી છે. શાળાઓ બંધના ડરે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતિત છે. જો આ બેઠક બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે, દિલ્હીમાં સ્કૂલો સમગ્રપણે બંધ થશે નહીં. દિલ્હીમાં કોરોનાના કેસોની વાત કરીએ તો, છેલ્લા 214 કલાકમાં દિલ્હીમાં 632 નવા કેસો આવ્યા છે. તા. 17 ફેબ્રુઆરી બાદ આ એક જ દિવસમાં આવેલા સૌથી વધારે કોસ છે. આ અગાઉ દિલ્હીની સ્કૂલોમાં આવેલા કોરોનાના કેસોને લઈને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, જો કોઈ સ્કૂલમાં કોરોનાના એક પણ કેસ આવે તો, તે વિંગને અમુક દિવસ સુધી બંધ કરી દેવામાં આવશે.

Next Story