Connect Gujarat
દુનિયા

ચીનની ધમકી છતાં અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી કરશે તાઇવાન સાથે બેઠક

અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે.

ચીનની ધમકી છતાં અમેરિકા સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવના અધ્યક્ષ નેન્સી પેલોસી કરશે તાઇવાન સાથે બેઠક
X

અમેરિકા સંસદના નીચલા ગૃહ 'હાઉસ ઓફ રિપ્રઝેન્ટેટિવ'ના અધ્યક્ષ નેન્સી પેલોસી તાઇવાનની યાત્રા કરવાની યોજના બનાવી રહ્યા છે. અમેરિકન મીડિયા રિપોર્ટ પ્રમાણે ચીનની ધમકી છતાં પેલોસી તાઇવાન જશે. સોમવારે તે ચાર દેશિયન દેશોની યાત્રા પર સિંગાપુર પહોંચ્યા હતા.

ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે અને તેને પેલોસીની સંભવિત યાત્રાને લઈને ચેતવણી આપી છે. નેન્સી પેલોસી એક સૈન્ય વિમાન C-40C માં વોશિંગટનથી રવાના થયા હતા. વોલ સ્ટ્રીટ જનરલે સોમવારે પોતાના રિપોર્ટમાં કહ્યું કે પેલોસી પોતાના દક્ષિણ એશિયા પ્રવાસની શરૂઆત કરતા સોમવારે સવારે સિંગાપુર પહોંચી ત્યાં નેતાઓ સાથે મુલાકાત સાથે કરી. રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી દાવો કરવામાં આવ્યો છે કે પેલોસી તાઇવાનના સરકારી અધિકારીઓ સાથે બેઠક થવાની છે. આ બેઠકથી તણાવ વધી શકે છે ચાઇનાએ ચેતવણી આપી છે કે તાઇવાન તેનો હિસ્સો છે અને તે અમેરિકાની દખલ અંદાજી સહન નહીં કરે તાઇવાનમાં પેલોસી જેને મળવાના છે તેને અચાનક આવવા વિશે માહિતી આપી દેવામાં આવી છે. પરંતુ આ વિશે હજુ વિસ્તૃત વિગતો આવવાની બાકી છે. આ અધિકારીઓ સાથે પેલોસી ની કેટલી બેઠકો મંગળવારે સાંજ માટે નક્કી કરવામાં આવી છે. બાકી બેઠક બુધવારે થવાની છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પેલોસી જે લોકો સાથે મુલાકાત કરશે તેમાં માત્ર તાઇવાનના સરકારી અધિકારી જ નહીં પરંતુ અન્ય લોકો પણ સામેલ થઈ શકે છે.

Next Story
Share it