Connect Gujarat
દુનિયા

બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ, 41 મંત્રીઓના રાજીનામાં બાદ PM બોરીશ ખુરશી છોડવા મજબૂર

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 41 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે.

બ્રિટનનાં રાજકારણમાં ભૂકંપ, 41 મંત્રીઓના રાજીનામાં બાદ PM બોરીશ ખુરશી છોડવા મજબૂર
X

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સન મુશ્કેલીમાં મુકાયા છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 41 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. એટલું જ નહીં, ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે પીએમને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.

આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદ અને ભારતીય મૂળના નાણાંમંત્રી ઋષિ સુનાકના રાજીનામા સાથે શરૂ થયેલી નાસભાગ બુધવારે પણ ચાલુ રહી હતી. નાણાકીય સેવા મંત્રી જોન ગ્લેન, સુરક્ષામંત્રી રશેલ મેકલીન, નિકાસ અને સમાનતા મંત્રી માઇક ફ્રીર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓ'બ્રાયન અને શિક્ષણ વિભાગના જુનિયર મંત્રી એલેક્સ બર્ગાર્ટ સહિત 39, જ્હોન્સન પર અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપ્યું છે. વડા પ્રધાન જ્હોન્સનની કટોકટીમાં ઉમેરો કરતાં, તેમની સરકારના વરિષ્ઠ પ્રધાનો બુધવારે સાંજે વડા પ્રધાનના નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ પર ગયા અને તેમને પદ છોડવા કહ્યું હતું. સૌથી મહત્વની વાત એ હતી કે તેમના કટ્ટર સમર્થક ગણાતા ગૃહમંત્રી પ્રિતિ પટેલનો પણ આ મંત્રીઓમાં સમાવેશ થાય છે. મંત્રીઓ પર દબાણ લાવવા માટે જ્હોન્સન વ્યક્તિગત રીતે મળ્યા હતા. પરંતુ તેમના 15 થી વધુ મંત્રીઓએ આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીની સંભાવનાઓને સુધારવા માટે નેતૃત્વમાં પરિવર્તનનો આગ્રહ રાખ્યો હોવાનું માનવામાં આવે છે.

Next Story