Connect Gujarat
દુનિયા

આ એ આંતકી છે જેણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો; જાણો કેવી રીતે આત્મઘાતી હુમલાને આપ્યો અંજામ

આ એ આંતકી છે જેણે કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો; જાણો કેવી રીતે આત્મઘાતી હુમલાને આપ્યો અંજામ
X

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ઘણી ખરાબ થઈ ગઈ છે. કાબુલના હામિદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર ગુરુવારે સાંજે ઇસ્લામિક સ્ટેટના આત્મઘાતી હુમલાવરે ધમાકો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સના મતે આ હુમલામાં અમેરિકાના 13 સૈનિકો સહિત 105થી વધારે લોકો માર્યા ગયા છે. ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રાંતે એરપોર્ટ પર હુમલાની જવાબદારી લીધી છે. ઇસ્લામિક સ્ટેટે બે હુમલાવરમાંથી એકની તસવીર અને તેના નામને દુનિયા સામે જાહેર કર્યું છે. આ હુમલાવરનું નામ અબ્દુલ રહમાન અલ લોગરી છે. જેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઘણા નિર્દોષ લોકો મોતને ભેટ્યા છે.

ISIS-K દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં લોગરી ઇસ્લામિક સ્ટેટના ઝંડા સામે હાથમાં હથિયાર લઇને જોવા મળે છે. આ દરમિયાન હુમલાવરની છાતી પર બાંધેલો વિસ્ફોટક બેલ્ટ પણ જોવા મળે છે. લોગરીના ચહેરા પર એક કાળું કપડું બાંધેલું છે અને તેની ફક્ત આંખો જોવા મળે છે. જોકે IS એ બીજા હુમલાવરની તસવીર જાહેર કરી નથી.

ઇસ્લામિક સ્ટેટે કહ્યું કે અબ્દુલ રહમાન અલ લોગરી અમેરિકી સૈનિકોની પાંચ મીટર દૂરી પર હતો. આ દરમિયાન અમેરિકન સૈનિકો ઠેકેદારો અને ટ્રાન્સલેટરોના દસ્તાવેજો ભેગા કરી રહ્યા હતા. હુમલાવર તાલિબાન અને અમેરિકી સુરક્ષા વ્યવસ્થાને આસાનીથી પાર કરીને સૈનિકોની નજીક પહોંચ્યો હતો. હુમલાવરે જ્યારે એ જોયું કે તે સૈનિકોની આટલો નજીક પહોંચી ગયો છે તો તેણે પોતાને બોમ્બથી ઉડાવી દીધો હતો. વિસ્ફોટ પછી એરપોર્ટની બહાર અફરાતફરીનો માહોલ થઇ ગયો હતો.

આ બ્લાસ્ટથી અમેરિકાને હલી ગયું છે. વ્હાઇસ હાઉસથી સંવાદદાતાઓને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ જો બાઇડને થોડીક ક્ષણો માટે માથું ઝુકાવી દીધું હતું અને આ પછી પત્રકારોનો સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે માર્યા ગયેલા સૈનિકોને હીરો ગણાવી ઘણી વખત ભાવુક થયા હતા. જોકે જ્યારે તેમણે હુમલાવરોને શોધીને મોતને ઘાટ ઉતારવાની વાત કરી તો તેમના અવાજમાં દ્રઢતા હતી.

Next Story