Connect Gujarat
દુનિયા

રશિયાના 100 થી વધારે ટ્રકો યુક્રેન તરફ જવા રવાના, અમેરિકાએ પણ બાલ્ટિક દેશોમાં મોકલ્યા સૈનિકો

યુએસ-યુરોપની ધમકીઓની અવગણના કરીને એક મહિનાથી યુદ્ધ અભ્યાસ કરી રહેલા રશિયન દળોએ યુક્રેનના બે પ્રાંતોમાં પ્રવેશ કર્યો છે.

રશિયાના 100 થી વધારે ટ્રકો યુક્રેન તરફ જવા રવાના, અમેરિકાએ પણ બાલ્ટિક દેશોમાં મોકલ્યા સૈનિકો
X

યુએસ-યુરોપની ધમકીઓની અવગણના કરીને એક મહિનાથી યુદ્ધ અભ્યાસ કરી રહેલા રશિયન દળોએ યુક્રેનના બે પ્રાંતોમાં પ્રવેશ કર્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના બે પ્રાંતોને સ્વતંત્ર દેશ તરીકે જાહેર કર્યા છે.રશિયાની આ કાર્યવાહી બાદ અમેરિકા પણ એક્શન મોડમાં આવી ગયું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને એસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયામાં તેમની સૈન્ય તૈનાતી વધારવાની જાહેરાત કરી છે. બિડેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ નાટોની જમીનના દરેક ઇંચની રક્ષા કરશે.

રશિયન સેનાના સેંકડો ટ્રકોનો કાફલો રશિયા અને અમેરિકા વચ્ચે યુક્રેનની સરહદ પર યુક્રેન તરફ જતો જોવા મળ્યો છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર વિટનેસના હવાલાથી આ સમાચાર આવ્યા છે. આ કાફલો યુક્રેન બોર્ડર પાસે આવેલા રશિયન શહેર બેલ્ગોરોડમાંથી પસાર થઈ રહ્યો છે. તે જ સમયે, હંગેરીએ પણ જાહેરાત કરી છે કે તે યુક્રેન સાથેની સરહદ પર સૈનિકો તૈનાત કરશે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનના યુક્રેનમાં સૈનિકો મોકલવાના આદેશની પ્રશંસા કરતા તેમને જિનિયસ ગણાવ્યા છે.

એક રેડિયો કાર્યક્રમમાં બોલતા ટ્રમ્પે કહ્યું, "ગઈકાલે મેં ટીવી પર આખી ઘટના જોઈ, ત્યારે જ મેં કહ્યું કે આ એક જીનિયસ છે. મેં કહ્યું કે પુતિન કેટલા હોંશિયાર છે, આ લોકો યુક્રેનની અંદર જશે અને સૌથી મજબૂત પીસકીપિંગ ફોર્સ બનશે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 'દાનેત્સ્ક અને લુહાન્સ્ક પીપુલ્સ રિપલ્બિકની સ્વતંત્રતાને માન્યતા આપી છે. ત્યારે અમેરિકાએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. બીજી તરફ વ્હાઇટ હાઉસે પૂર્વી યૂક્રેનમાં રશિયન સૈનિકોની તૈનાતીનો ઉલ્લેખ કરતા રશિયાના આ નિર્ણયને યુદ્ધનો કરાર આપ્યો છે. અમેરિકા રશિયા પર કડક પ્રતિબંધો લગાવવા જઈ રહ્યું છે છે. આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડને દેશને સંબોધિત કર્યો હતો. અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ લગાવ્યો છે.

Next Story