રશિયા-યુક્રેનમાં 37માં દિવસે પણ યુદ્ધ ચાલુ, આજે બંને દેશો વચ્ચે વીડિયો કોન્ફરન્સથી થશે વાતચીત
ક્રેનિયન ડેલિગેશનના વડા ડેવિડ એરાકેમિયાના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેની આ વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે,

રશિયા-યુક્રેનના યુદ્ધ વચ્ચે આજે ફરી એકવાર વાતચીત થવા જઈ રહી છે. યુક્રેનિયન ડેલિગેશનના વડા ડેવિડ એરાકેમિયાના જણાવ્યા અનુસાર, બંને દેશો વચ્ચેની આ વાતચીત વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે, જોકે છેલ્લી ઘણી મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો નથી.
તે જ સમયે, આજે બંને દેશો વચ્ચે યુદ્ધનો 37મો દિવસ છે અને રશિયા હજી પણ બોમ્બમારો ચાલુ રાખી રહ્યું છે. દરમિયાન, રશિયાના વિદેશ પ્રધાન સેર્ગેઈ લવરોવ, જેઓ ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે છે, તેઓ આજે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે મુલાકાત કરશે અને વાતચીત કરશે. એવી અપેક્ષા છે કે બંને દેશો વચ્ચે યુક્રેન સંકટ અને દ્વિપક્ષીય સમજૂતીઓને લઈને વાતચીત થઈ શકે છે. બીજી તરફ પાડોશી દેશ શ્રીલંકામાં મોંઘવારી સામેના પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના આવાસની બહાર પણ અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી, જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા.