Connect Gujarat
દુનિયા

રશિયા-યુક્રેન "યુદ્ધ" : યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા રશિયાએ સીઝફાયરનું એલાન કર્યું...

છેલ્લાં 10 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે

રશિયા-યુક્રેન યુદ્ધ : યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત બહાર કાઢવા રશિયાએ સીઝફાયરનું એલાન કર્યું...
X

છેલ્લાં 10 દિવસથી ચાલતા યુદ્ધ વચ્ચે રશિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે રશિયાએ સીઝફાયરની સૌથી મોટી જાહેરાત કરી છે. આ સાથે જ ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં રશિયાએ સીઝફાયર કર્યું હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં 10 દિવસથી ચાલતા આ યુદ્ધ વચ્ચે રશિયાએ સૌથી મોટો નિર્ણય લીધો છે. રશિયા દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, યુક્રેનમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢવા માટે સીઝફાયરનું એલાન કરવામાં આવ્યું છે.

જેમાં ભારતીય સમયાનુસાર સવારના 11:30 વાગ્યાથી સીઝફાયરની રશિયાએ જાહેરાત કરી છે, ત્યારે તાજેતરમાં જ રશિયાએ સામાન્ય નાગરિકોને બહાર નીકળી જવાની જાહેરાત સાથે ડોનેત્સ્ક, મારિયુપોલ અને અજોવમાં સીઝફાયર કર્યું છે. આ સાથે જ બન્ને દેશો વચ્ચે હાલમાં આ મામલે અગાઉ 2 વખત વાતચીત થઇ ચૂકી છે, ત્યારે હવે ફરી આજકાલમાં આ મુદ્દે વાતચીત થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

Next Story