Connect Gujarat
દુનિયા

જંગનો આજે પાંચમો દિવસ : યુક્રેનનો દાવો 400 રશિયાઈ આતંકી કીવીમાં ઘુસ્યાં,જાણો શું છે યુક્રેન ની સ્થિતિ..?

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે.

જંગનો આજે પાંચમો દિવસ : યુક્રેનનો દાવો 400 રશિયાઈ આતંકી કીવીમાં ઘુસ્યાં,જાણો શું છે યુક્રેન ની સ્થિતિ..?
X

રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા જંગનો આજે પાંચમો દિવસ છે. સવારથી જ કીવની આસપાસના વિસ્તારમાં રશિયાના હુમલા ચાલું છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, રશિયા સૈનિકો આખી ફોર્સ સાથે કીવ પર કબજો કરવાની કોશિશ કરી રહ્યા છે. પણ બની રહેલી હાલતને જોતા એવું લાગી રહ્યું છે, યુક્રેને પણ હવે પુતિન સામે ઘૂંટણીયે નહીં પડવાનું નક્કી કરી લીધું છે.

આ તમામની વચ્ચે એક અખબારના હવાલેથી વિગતો મળી રહી છે કે, રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિની હત્યા કરવાનો પ્લાન બનાવી રહ્યું છે, કહેવાય છે કે, રાજધાની કીવમાં 400 રશિયાઈ આતંકી અડ્ડો જમાવીને બેઠા છે અને તે યુક્રેની રાષ્ટ્રપતિ જેલેંસ્કીની હત્યા કરવા માટે મોકલ્યા છે. યુક્રેન પર હુમલા સતત વધી રહ્યા છે. રશિયા સેનાએ યુક્રેનના કેટલાય શહેરો પર કબ્જો કરી લીધો છે. યુક્રેનના મુખ્ય શહેરોમાં ક્રૂઝ મિસાઈલોથી હુમલા કરી રહ્યું છે. રશિયા સૈનિકોના હુમલામાં શનિવાર સુધી યુક્રેનમાં ત્રણ બાળકો સહિત 198 નાગરિકોના મોત થઈ ગયા છે. જ્યારકે અત્યાર સુધીમાં 1684 લોકો ઘાયલ પણ થયા છે. તો વળી યુક્રેનના સૈનિકો અને લોકો પણ દુશ્મનોને બરાબરની ટક્કર આપી રહ્યા છે. ટાંચા સાધનોના કારણે યુક્રેનના રાષ્ટ્રપતિ સતત દુનિયાના દેશો પાસેથી મદદ માગી રહ્યા છે. આ તમામની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કીએ રવિવારે સાંજે બ્રિટેનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, આગામી 24 કલાકમાં યુદ્ધ ખૂબ જ મહત્વનું રહેશે.

Next Story