Connect Gujarat
દુનિયા

યુક્રેન સંકટ: અમેરિકા કરશે પીએમ મોદી સાથે વાત

યુક્રેનમાં રશીયાએ હુમલો કરી દીધા વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ભારતને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.

યુક્રેન સંકટ: અમેરિકા કરશે પીએમ મોદી સાથે વાત
X

યુક્રેનમાં રશીયાએ હુમલો કરી દીધા વિશ્વમાં ચિંતાનો માહોલ છે. ખાસ કરીને ભારતને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કે ભારત કોના પક્ષમાં છે તે એક ગંભીર મુદ્દો બન્યો છે. મોટા ભાગના દેશો રશિયાની હાલ નિંદા કરી રહ્યા છે. પરંતુ ભારત આ મામલે રશિયા સામે હજું કશું નથી બોલ્યું. જેથી આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ બાયડન સામે પણ સવાલો કરવામાં આવ્યા છે. બાયડને આ મામલે જણાવ્યું કે યુક્રેન પર જે સંકટ આવ્યું છે, તેને લઈને અમેરિકા ભારત સાથે પણ વાત કરશે. વાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ કરતી વખતે પત્રકારો દ્વારા બાયડનને સવાલ કરવામાં આવ્યો હતો. કે રશિયાએ જે હુમલો કર્યો છે તેને લઈને ભારત અમેરિકા સાથે છે ? ત્યારે બાયડને એવો જવાબ આપ્યો કે આ મામલે અમે ભારત સાથે વિચાર વિમર્શ કરીશું.

અમેરિકી રાષ્ટ્રપતિ વિભાગ, વિદેશ વિભાગ અને અમેરિકી સુરક્ષા પરિષદથી લઈને વિભિન્ન સ્તરો પર બાયડન પ્રશાસન યુક્રેન સંકટ પર ભારતના પૂર્ણ સમર્થનની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે અમેરિકાના વિદેશ મંત્રી એંટની બ્લિંકન અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર બંનેએ યુક્રેન સંકટ પર વાતતીચ કરી હતી. જેમા અમેરિકાના વિદેશ મંત્રીએ આ હુમલાને લઈને કડક નિંદા કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરીને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે વાત કરી હતી.

Next Story