અંકલેશ્વર: બંદૂકની અણીએ રુપિયા 8000 ની લૂંટ, પોલીસ તપાસ શરૂ

New Update
અંકલેશ્વર: બંદૂકની અણીએ રુપિયા 8000 ની લૂંટ, પોલીસ તપાસ શરૂ

દુકાન બંધ કરીને ઘરે પરત જતાં યુવાનનો બે શખ્સો એ પીછો કરી લૂંટ ચલાવી હતી

અંકલેશ્વરના જીઆઇડીસી બસ સ્ટેન્ડ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં નોકરી કરતા યુવાન રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઈ રહ્યા હતા. કારમાં આવેલા બે શખ્સોએ યુવાનને બંદૂકની અણીએ ડરાવીને લાકડાના ધોકા વડે હુમલો કરી રુપિયા 8000 ની મત્તા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી.

અંકલેશ્વરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો આશીષ મોદી જીઆઇડીસી વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા કોમ્પલેક્ષ ખાતે આવેલી ગાંધી ભોગીલાલ રણછોડલાલને ત્યાં નોકરી કરે છે. જે આજે રાત્રે દુકાન બંધ કરીને રાબેતા મુજબ ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન એક બ્રેઝા કાર લઈને આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેનો પીછો કર્યો હતો. સોસાયટીના નાકે પહોંચતા બન્ને શખ્સોએ તેને આંતરીને માથે બંદૂક તાકી દીધી હતી. અન્ય યુવકે લાકડાનો સપાટો મારી દેતાં આશીષ મોદી નીચે પટકાતા તેની પાસે થી રુપિયા 8000 લઈ ને ભાગી છૂટયા હતા. ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠાં થયાં હતાં. બનાવ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories