Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શાકભાજી નાખી કર્યો ચક્કાજામ

અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શાકભાજી નાખી કર્યો ચક્કાજામ
X

  • ૨૦ જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરતી શહેર પોલીસ

    રાજ્યના વિવિધ જિલ્લા અને તાલુકાઓ ખાતે સરકાર સામે ખેડૂતોની કથળતી પરિસ્થીતી તેમજ વિવિધ માંગોના મુદ્દે કોંગ્રેસે ખેડૂતોની સાથે મળી સરકાર સામે આંદોલનનું એલાન કર્યું હતુ6.જેના ભાગ રૂપે ત્મામ તાલુકા અને જિલ્લાના કલેકટર,પ્રાંત અધિકારીઓને આવેદન પાઠવવા સાથે ધરણા તેમજ વિરોધ અપ્રદર્શન યોજયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="51421,51422,51423,51424,51425,51426,51427,51428,51429"]

ખેડૂત આંદોલનના સમર્થન માં આજ રોજ ત્રણ રસ્તા ખાતે શાકભાજી રોડ પર નાખી ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એ પછી શહેર પોલીસ દ્વારા આગેવાનો તથા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી જે પ્રસંગે જિલ્લા અગ્રણી સિકંદર ફડવાલા, શહેર પ્રમુખ ભૂપેન્દ્ર જાની, તાલુકા પ્રમુખ જીતુ પટેલ, જિલ્લા યુવા કૉંગ્રેસ ના મહામંત્રી વસીમ ફડવાલા, પાલિકા સભ્ય શરીફ કાનુગા, મુકેશ જૈન, ઇકબાલ ગોરી, મનુ સોલંકી ભરત પરમાર તેમજ મોટી સંખ્યા માં આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story