Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : દેત્રોજમાં તકેદારીના ચુસ્ત પગલાં સાથે એપીએમસી થયું ધમધમતું

અમદાવાદ : દેત્રોજમાં તકેદારીના ચુસ્ત પગલાં સાથે એપીએમસી થયું ધમધમતું
X

અમદાવાદ

નજીક આવેલાં દેત્રોજમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સોમવારથી કામગીરીનો

પ્રારંભ થતાં ધરતીપુત્રોને હાશકારો થયો છે.

કોરોના

વાયરસના કારણે રાજયમાં એપીએમસીમાં કામગીરી બંધ કરી દેવાતાં ખેડૂતો માટે તેમની ખેત

પેદાશોનું વેચાણ કેવી રીતે કરવું તેની મુંઝવણ થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ

સોમવારથી એપીએમસીમાં કામગીરી કરી શકાશે તેવી છુટ આપી દેતાં રાજયભરમાં એપીએમસીઓ

ધમધમતાં થયાં છે. અમદાવાદ નજીક આવેલાં દેત્રોજમાં પણ એપીએમસી શરૂ થતાં ખેડૂતો

તેમની ખેત પેદાશો વેચવા માટે આવી પહોંચ્યાં હતાં. ચેરમેન યોગેશ પટેલે જણાવ્યું

હતું કે, એપીએમસીમાં

આવતાં લોકો વચ્ચે નિયત અંતર જળવાય રહે તથા તમામ લોકો માસ્ક પહેરીને આવે તેનું ખાસ

ધ્યાન રાખવામાં આવી રહયું છે. ખેડૂતો ઘઉં અને એરંડાના વેચાણ માટે આવી રહયાં છે અને

તેના માટે સુચારૂ આયોજન કરાયું છે.

Next Story