કચ્છ : આદિપુરમાં ભાજપના અગ્રણીની માતાની ગળે ટુંપો દઈ કરી હત્યા

New Update
કચ્છ : આદિપુરમાં ભાજપના અગ્રણીની માતાની ગળે ટુંપો દઈ કરી હત્યા

કચ્છના આદિપુરના વોર્ડ ૪-બી વિસ્તારમાં ભર બપોરે ૬૫ વર્ષિય વૃદ્ધાની હત્યા નિપજાવવામાં આવતા કાયદાના રક્ષકોમાં દોડધામ મચી હતી. અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી વૃધ્ધાને ગળે ટુંપો આપી મોતને ઘાટ ઉતારી દેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પૂર્વ કચ્છમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ફરી કથળી હોય તેમ આદિપુરના ભરચક વિસ્તારમાં ભાજપના યુવા અગ્રણી પ્રેમ ચંદાણીના માતા મોહિની ઉત્તમચંદ ચંદાણીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા નિપજાવી હતી. હતભાગી મોહિની ઉત્તમચંદ ચંદાણી પોતાને ઘરે હતા ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા. ૬૫ વર્ષિય વૃદ્ધાને બાંધીને તેમને ગળે ટુંપો દઈ હત્યા નિપજાવવામાં આવી હતી.

કચ્છ શહેરમાં દિનદહાડે હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. બનાવને પગલે પૂર્વ કચ્છ એસપી પરિક્ષીતા રાઠોડ, ડીવાયએસપી વાઘેલા, આદિપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. તો રાજકીય આગેવાનો અને કાર્યકરો પણ દોડી ગયા હતા. પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ મેળવી અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. હત્યાના બનાવને પગલે પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો. પ્રાથમિક અનુમાન મુજબ ચોરી કરવાના ઈરાદે આવેલ શખ્સોએ હત્યાના બનાવને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories