કબડ્ડી વિશ્વકપમાં ભારતની ઇરાન સામે જીત

New Update
કબડ્ડી વિશ્વકપમાં ભારતની ઇરાન સામે જીત

કબડ્ડી વિશ્વ કપની ફાઇનલમાં ભારતે સતત ત્રીજીવાર ઇરાનને હરાવ્યું હતું. અમદાવાદ ખાતે રમાયેલી કબડ્ડી વિશ્વ કપની ફાઇનલ મેચમાં ભારતે ઇરાનને 38-29થી હરાવ્યું હતું.

વિશ્વમાં સૌથી વધુ 64 રેડ અંક મેળવનાર અજય ઠાકુરે ફાઇનલ મેચમાં પણ ભારત તરફથી મહત્વનો ભાગ ભજવ્યો. તેમણે આ નિર્ણાયક મેચમાં 12 રેડ પોઇન્ટ મેળવ્યા હતા.

ડિફેન્સ મામલે ઇરાનની ટીમ સર્વશ્રેષ્ઠ ગણાય છે. પરંતુ ભારતના સુરજીતે ટેકલ અંક મેળવવામાં બધાને પાછળ રાખી દીધા હતા. તેમણે આ વિશ્વકપ દરમિયાન કુલ 23 ટેકલ અંક મેળવ્યા છે.

સુરજીતે ફાઇનલ મેચમાં માત્ર 3 જ ટેકલ અંક મેળવ્યા હતા. જોકે, આ ત્રણેય ટેકલ અંક નિર્ણાયક સમયે મળ્યા હતા. આ મહત્વપૂર્ણ મેચમાં ટીમનો ઉત્સાહ વધારવા માટે યુથ અફેર્સ અને સ્પોર્ટસ મંત્રી વિજય કુમાર ગોયલ પણ હાજર રહ્યા હતા.