ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સોશિયલ મિડીયા સેલનો વર્કશોપ યોજાયો

New Update
ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે સોશિયલ મિડીયા સેલનો વર્કશોપ યોજાયો

ભાજપ પ્રદેશ કાર્યલય કમલમ ખાતે IT સોશિયલ મિડીયા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્યનાં કાર્યકર્તાઓ ને ચૂંટણીમાં ડીઝીટલ માધ્યમનાં ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

ગાંધીનગરનાં કમલમ ખાતે આયોજીત પ્રદેશ ભાજપનાં સોશિયલ મિડીયા સેલનાં વર્કશોપમાં કેન્દ્રીય નાણાંમંત્રી અરુણ જેટલી, રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, નીતિન પટેલ, ભાજપ રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, સહિતનાં ભાજપનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.publive-imageઆ વર્કશોપમાં રાજ્યભર માંથી યુવા ભાજપ સહિતનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.publive-imageગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સોશિયલ મિડીયાનાં ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories