Connect Gujarat
ગુજરાત

ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે શિક્ષકો, વાલીઓ વિદ્યાર્થીઓ પ્રત્યે કાળજી રાખે - મંત્રી ઇશ્વરસિંહ પટેલ

ગુણવત્તાસભર શિક્ષણ મેળવવા માટે શિક્ષકો, વાલીઓ વિદ્યાર્થીઓ પ્રત્યે કાળજી રાખે  - મંત્રી ઇશ્વરસિંહ પટેલ
X

  • ભરૂચ ખાતે એમિટિ હાઇસ્કુલ અને ભારતીય વિદ્યા ભવન્સ ખાતે મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

તા.૨૨ થી ૨૩ જૂન-૨૦૧૮ દરમ્યાન સમગ્ર રાજયમાં યોજાઇ રહેલા શહેરી વિસ્તાર માટેના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આજના બીજા દિવસે એમિટિ હાઇસ્કુલ અને ભારતીય વિદ્યા ભવન્સ હાઇસ્કુલ ખાતે સહકાર વિભાગના મંત્રી ઇશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયા, શાશનાધિકારી નિષાંતભાઇ દવે, શ્રેષ્ઠ શિક્ષક ગજેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" td_gallery_title_input="IshwarSinh Patel" ids="53073,53074,53075,53076,53077,53078,53079,53080,53081,53082"]

ભરૂચ ખાતે એમિટિ હાઇસ્કુલમાં ધોરણ-૯ માં ૪૪ કુમાર અને ૨૧ કન્યા મળી કુલ-૬૫ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો અને ભારતીય વિદ્યા ભવન્સ હાઇસ્કુલમાં ધોરણ-૯ માં ૧૧૦ કુમાર ૧૧૧ કન્યા મળી કુલ-૨૨૧ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત મંત્રી –મહાનુભાવોના હસ્તે ધો.૯ માં પ્રવેશ પામતા બાળકોને પુસ્તકો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પ્રસંગે શાળાના બાળકોએ પ્રાર્થના – સ્વાગત ગીત, વિવિધ વિષયો પર વક્તવ્ય, યોગ નિર્દશન જેવા અનેકવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે સહકાર વિભાગના રાજયકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે શિક્ષણ પ્રત્યે લોકામાં જાગૃતિ વધી છે. ડ્રોપ આઉટ રેશિયો ધટયો છે. તેમણે શિક્ષણનો વ્યાપ વધે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું જણાવી શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ – ગુણોત્સવ જેવા કાર્યક્રમ થકી રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિની માહિતી આપી હતી. ગરીબી હટાવવા માટેનું એકમાત્ર હથિયાર શિક્ષણ છે તેમ જણાવી કન્યા કેળવણી પર ખાસ ભાર મૂકતા મંત્રીશ્રીએ શિક્ષણથી કોઇ પણ બાળક વંચિત ન રહે તે જાવાની શીખ ઉપસ્થિત મા-બાપ તથા વાલીગણને આપી હતી. તેમણે ગુજરાતની આવતીકાલ તેજસ્વી બને તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવી શિક્ષકોએ પણ બાળકોની શિક્ષણની ગુણવત્તા ઉત્તમ બને તે દિશામાં માર્ગદર્શન આપવા અનુરોધ ર્ક્યો હતો. સ્વચ્છતા બાબતે પણ સૌએ કટિબધ્ધ બનવાની હિમાયત કરી હતી.

બંને શાળાઓ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એમિટિ હાઇસ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી રણછોડભાઇ શાહ, એમિટિ હાઇસ્કુલના આચાર્ય પ્રકાશભાઇ મહેતા, એમિટિ હાઇસ્કુલના મેનેજીંગ ટ્રસ્ટી પ્રમેશબેન મહેતા, જીએનએફસીના એક્ઝીક્યુટીવ ડીરેક્ટર જી.બી.ત્રિવેદી, ચીફ સેક્રેટરી ટી.જે.ભખમાપૂરકર, ભારતી વિદ્યા ભવન્સ હાઇસ્કુલના ઇ.પ્રિન્સીપાલ શિલ્પાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઇશ્વરસિંહ પટેલ ધ્વારા બન્ને શાળાઓને ઘડીયાળની ભેટ આપી હતી.

Next Story