ગોવાના કોંગ્રેસી નેતા પક્ષ ને કરશે બાય બાય, ભાજપ થામશે હાથ !!!

New Update
ગોવાના કોંગ્રેસી નેતા પક્ષ ને કરશે બાય બાય, ભાજપ થામશે હાથ !!!

મંગળવારે ગોવા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય મૌવીન ગોદીન્હોએ જણાવ્યુ હતુ કે તેઓ 16મી ડિસેમ્બરે કોંગ્રેસમાં થી રાજીનામુ આપી જે તે દિવસે ભાજપમાં ઔપચારિક પ્રવેશ કરશે.

ગોદીન્હોએ પક્ષ છોડવાનું કારણ જણાવતા કહ્યુ હતુ કે કોંગ્રેસ પક્ષમાં પક્ષના વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવે છે.

ઉલ્લેખીય છે કે હાલ ભારત સરકારના રક્ષા પ્રધાન અને તત્કાલીન ગોવાના મુખ્ય પ્રધાન અને ગૃહપ્રધાન મનોહર પારિકરે ગોદીન્હોની કરોડો રૂપિયાની ઉર્જા કૌભાંડમાં ધરપકડ પણ કરી હતી. બે વર્ષ અગાઉ કોંગ્રેસ પક્ષે ગોદીન્હો ને પક્ષ વિરોધી કાર્યો કરવાના આક્ષેપો કરી પોતાના થી દૂર કર્યા હતા.

ગોદીન્હો જે બેઠેક પરથી ચૂંટાય છે એ ખુબજ મહત્વની ગણવામાં આવે છે સાથે સાથે ભાજપ અને તેનો સાથી પક્ષ MJP બંને પોતાનો દાવો આ બેઠક પર કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ગોવાના મુખય પ્રધાન પાર્સેકરે કેબિનેટેમાંથી પોતાના સાથી પક્ષ( MJP) મહારાષ્ટ્ર ગોમાંતક પક્ષના બે પ્રધાનોની પોતાના પદનો દુરુપયોગ કરવા બદલ ઝાટકણી કાઢી બરતરફ કરવામાં આવ્યા છે.