છોટાઉદેપુર જિલ્લામાં અનિયમિત વીજ પુરવઠા અંગે ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યુ

New Update
છોટાઉદેપુર જિલ્લામાં અનિયમિત વીજ પુરવઠા અંગે ગ્રામજનોએ આવેદન પત્ર પાઠવ્યુ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાનાં રાજબોડેલી, ખરેડા, સિમરઘોડા, ઉન સહિતના ગામોમાં બે મહિનાથી અનિયમિત વીજ પુરવઠાને લઈ ગ્રામજનોએ આવેદન પત્ર આપ્યુ હતુ.

બોડેલી નજીકના રાજબોડેલી, ખરેડા, સિમરઘોડા, ઉન સહિતના વિસ્તારમાં વીજ પુરવઠાને લઈ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ વિસ્તારના આગેવાનો એમ.જી.વી.સી. એલ કચેરીએ જઇ નાયબ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી આવેદન આપ્યું હતુ.

આ વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા પાણી માટે તેમજ ખેતીમાં પડતી મુશ્કેલીને લઈ લોકો હાલાકી વેઠી રહ્યા છે. અને આખરે નાયબ ઇજનેર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. અંતે નાયબ ઇજનેર G.N. રાઠવા એ બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.