Connect Gujarat
ગુજરાત

જામનગરઃ FRC મુદ્દે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ, પોલીસ સાથે થયું ઘર્ષણ

જામનગરઃ FRC મુદ્દે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા વિરોધ, પોલીસ સાથે થયું ઘર્ષણ
X

જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ હલ્લાબોલ કરી રહેલા કાર્યકરોએ કચેરીને તાળાબંધીનો કર્યો પ્રયાસ

જામનગરમાં એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા નક્કી કરેલી નિયત ફી નિર્ધારણનો જામનગરની પાંચ સ્કૂલ દ્વારા અમલ થતો ન હોવાથી યુથ કોંગ્રેસ દ્વારા જીલા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તાળાબંધીનો પ્રયાસ કરતા કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થતાં પોલીસે બે મહિલા સહિત 28 કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈના કાર્યકરોની અટકાયત કરી હતી. એન.એસ.યુ.આઈ અને યુથ કોંગ્રેસ દ્વારા જીલા શિક્ષઅધિકારી ને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

[gallery size="large" td_select_gallery_slide="slide" ids="54531,54532,54533,54534,54535"]

રાજ્યભરની ખાનગી શાળાઓને ફી નિયમન સમિતિ હેઠળ આવીને ફી વધારો પાછો ખેંચવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આ તરફ સૌરાષ્ટ્રમાં હજી પણ ખાનગી શાળાના સંચાલકો પોતાની મનમાની કરીને આડેધડ ફી ઉઘરાવી રહ્યા છે. જેના પગલે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા રાજકોટ ખાતેથી વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે. રોજ એક કે બે શાળાઓમાં જઈ તેમની પાસેથી ફી વધારો પાછો ખેંચવાની લેખિતમાં બાંહેધરી લેવામાં આવે છે.

આજરોડ જામનગર ખાતે યુથ કોંગ્રેસનાં કાર્યકરો અને એએસયુઆઈનાં કાર્યકરોએ એફઆરસી મુદ્દે ભારે હોબાળો મચાવ્યો હતો. વિરોધ પ્રદર્શન સાથે રજૂઆત કરવા માટે તમામ કાર્યકરો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ પહોંચ્યા હતા. અને ભારે સૂત્રોચ્ચાર સાથે કચેરીને તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસ અને યુથ કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપીનાં દ્રશ્યો સર્જાયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે કેટલાંક કાર્યકરોની અટકાયત પણ કરી હતી.

Next Story