Connect Gujarat
Featured

જુનાગઢ : વંથલીમાં સસ્તા અનાજની દુકાનેથી બારોબાર સગેવગે થતો અનાજનો જથ્થો ઝડપાયો, પોલીસે શરૂ કરી તપાસ

જુનાગઢ : વંથલીમાં સસ્તા અનાજની દુકાનેથી બારોબાર સગેવગે થતો અનાજનો જથ્થો ઝડપાયો, પોલીસે શરૂ કરી તપાસ
X

કોરોનાના કાળમાં સરકારે ફાળવેલ સસ્તા અનાજને વેચી મારવાનું કારસ્તાન સામે આવ્યું છે. જુનાગઢ બી’ ડીવીઝન પોલીસે રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતી છકડો રિક્ષાની તલાસી લેતા તેમાંથી ચોખાના 15 કટ્ટા મળી આવ્યા હતા.

જુનાગઢ જિલ્લામાં સસ્તા અનાજને બારોબાર વેચી મારવાનું કૌભાંડ હજુ સક્રિય છે, જેનો જીવતો જાગતો નમુનો સામે આવ્યો છે. જુનાગઢ શહેર બી’ ડીવીઝન પોલીસે રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતી GJ-11-Z-1184 નંબરની છકડો રિક્ષાને રોકી તેની તલાસી લેતા તેમાંથી ચોખાના 50-50 કિલોના 15 કટ્ટા મળી આવ્યા હતા, ત્યારે સસ્તા અનાજની હેરાફેરી કરનાર મયુર શનીરામ સુખાનંદીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ અનાજનો જથ્થો વંથલીના પટેલ ચોકમાં આવેલ દિનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનમાંથી લાવવામાં આવ્યો છે. જેમાં દુકાનદારના દીકરા પ્રિતેશ ત્રાંબડીયાએ તેના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો ભરીને જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આવેલ રામનાથ મિલમાં પહોચાડવાનું જણાવ્યુ હતું, ત્યારે સરકાર તરફથી બીપીએલ અને એપીએલ કાર્ડ ઘારકોને આપવામાં આવતું અનાજ બારોબાર સગેવગે થતું હોવાનું બહાર આવતા સમગ્ર મામલે પોલીસે મામલતદારને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story