નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૨૦૧૩ પછી ચાલુ વર્ષે પુનઃછલકાયો

New Update
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો કાકડીઆંબા ડેમ ૨૦૧૩ પછી ચાલુ વર્ષે પુનઃછલકાયો

ડેમ પૂર્ણ સપાટીએ ભરાતાં ૯.૩૭ કયુબીક મિલીયન મીટર પાણીના જથ્થાનો સંગ્રહ

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમ તા. ૧૦ મી ઓગષ્ટ,૨૦૧૯ ના રોજ તેની ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૬ મીટરે થતા કાકડીઆંબા ડેમ ગત ૨૦૧૩ ના વર્ષ બાદ આ ડેમ હાલમાં પુનઃ છલકાયો છે.(ઓવરફલો થયેલ છે) હાલમાં આ ડેમ ૫ સે.મી. ઓવરફલો છે અને ડેમમાં ૨૧૧ કયુસેક પાણીની જાવક ચાલુ છે, તેવી જાણકારી ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર દિવ્યકાંત વસાવા તરફથી પ્રાપ્ત થઇ છે.

નાયબ કાર્યપાલક ઇજનેર વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ કાકડીઆંબા ડેમ પૂર્ણ સપાટીએ ભરાતા ડેમમાં ૯.૩૭ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે. જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.