New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/C3E1CqPXAAArW1T-1.jpg)
આજે 26 જાન્યુઆરી 2017 ના રોજ ભારતના 68માં પ્રજાસતાક પર્વની સમગ્ર દેશમાં ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી છે. દેશવાસીઓ ત્રિરંગાના રંગે રંગાઈ ગયા છે.
દેશની તમામ સરકારી કચેરીઓ, સંસ્થાઓ, શાળાઓ, કોલેજો, પોલીસ મથકો, કાર્યાલયો પર ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તેમજ રાષ્ટ્રગાન સાથે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળા-કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દેશના લોકો દ્વારા સોશિયલ મીડિયા પર જયહિન્દ, હૅપી રિપબ્લિક ડે, તથા ત્રિરંગાના ફોટો અને મેસેજ સાથે 68 માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.