Connect Gujarat
ગુજરાત

ભરૂચ: નવસારીથી પરત ફરેલા હાંસોટના ૧૫ માછીમારોને હોમ કોરોન્ટાઇન કરાયા

ભરૂચ: નવસારીથી પરત ફરેલા હાંસોટના ૧૫ માછીમારોને હોમ કોરોન્ટાઇન કરાયા
X

ભરૂચ જિલ્લાના હાંસોટમાંથી માછીમારી માટે

ગયેલા પંદર જેટલાં માછીમારો જલાલપોર નવસારીથી હાંસોટ આવતા દરેકને હોમ કોરોન્ટાઇન

હેઠળ રાખવામાં આવ્યા છે,

દર વર્ષે હાંસોટ તાલુકાના યુવાનો પોરબંદર, માંગરોલ અને વેરાવળના દરિયામાં માછીમારી કરવા માટે વલસાડ

અને નવસારી જિલ્લાના વહાણ માલીકો સાથે જતાં હોય છે. અને તે વૈશાખ મહિનામાં પોતાના

માદરે વતન પાછાં ફરતાં હોય છે. પણ હાલમાં ચાલી રહેલાં મહામારી કોરોના વાઈરસને લીધે

વહાણ માલિકોએ માછીમારીનો ધંધો બંધ થવાથી હાંસોટ તાલુકાના ઉત્રાજના 14 યુવાનો અને

હાંસોટનો એક યુવાન ઘરે પરત ફર્યા હતા,

તેઓએ હાંસોટ તંત્રને જાણ કરતા હાંસોટ

તંત્ર અને આરોગ્યની ટીમ સાથે પોહચી જઇ આરોગ્યની ચકાસણી કરી તમામ 15 માછી

મારોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં

આવ્યા છે હાંસોટ તાલુકા માં કુલ 89 જેટલાં લોકો હોમ કોરોન્ટાઇન હેઠળ છે સદ્ નસીબે

કોઈ પણ કેસ પોઝીટીવ નોંધાયેલ ન હોવાથી તંત્ર એ હાશકારો અનુભવ્યો છે. તંત્ર દ્વારા

હોમ કોરોન્ટાઇન લઈ રહેલાં લોકો ને ચૌદ દિવસ સુધી ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં

આવી છે

Next Story