Connect Gujarat
Featured

ભરૂચ : સ્વતંત્ર પર્વની ઉજવણી, હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે મંત્રી ઇશ્વરસિંહ પટેલે ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

ભરૂચ જિલ્લામાં શનિવારના રોજ દેશના 74મા સ્વાતંત્ર પર્વની કોરોનાના કહેર વચ્ચે સાદગીપુર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.

ભરૂચમાં જિલ્લાકક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. કોરોના વાયરસના કહેરના કારણે કાર્યક્રમ એકદમ મર્યાદીત રીતે ઉજવવામાં આવ્યો હતો. સોશિયલ ડીસ્ટન્સીંગના પાલન સાથે ધ્વજવંદન કરાયું હતું. રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે તિરંગો ફરકાવ્યો હતો. આન, બાન અને શાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. કલેકટર એમ.ડી.મોડીયા, ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ધ્વજવંદન સમારંભમાં હાજર રહયાં હતાં.

ભરૂચ જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ સ્વતંત્ર પર્વની ઉજવણી કરાય હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયારના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. આ પ્રસંગે ઉપ પ્રમુખ અનિલ ભગત સહિત જિલ્લા પંચાયતના સભ્યો અને સ્ટાફ હાજર રહયો હતો.

ભરૂચ જિલ્લા કોંગ્રસ સમિતિના ઉપક્રમે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાના હસ્તે તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલાં આગેવાનો અને કાર્યકરોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

અંકલેશ્વરમાં પણ 74મા સ્વતંત્ર પર્વના અવસરે ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયાં હતાં. ડીવાયએસપી કચેરી ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જયાં ડીવાયએસપી ચિરાગ દેસાઇએ ધ્વજવંદન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાઇ હતી. આ વર્ષે કોરોના વાયરસનો કહેર હોવાથી ઉજવણીમાં સોશિયલ ડીસ્ટન્સીંગનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને સરકારી કચેરી ખાતે પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયાં હતાં.

Next Story