/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/09/maxresdefault-5.jpg)
બેન્ક ઓફ બરોડાની સામેથી બાઈક લઈને પસાર થતા બે યુવાનો રોડ ઉપર પટકાયા હતા
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી બેન્ક ઓફ બરોડાની સામે એક બાઈક ડીવાઈડસ સાથે ભટકાતાં બે યુવાનો પટકાયા હતા. જેમાં બન્ને યુવકોને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે સિવિલમાં લઈ જવાયા બાદ ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડ્યા હતા. દરમિયાન એક યુવકનું મોત નિપજ્યું હતું.
ભરૂચમાં સ્ટેશનથી - પાંચ બત્તી જતા માર્ગ ઉપર બે મિત્રો પ્રકાશ રાજુભાઈ રાવલ તથા નરેશ વાડેકર પોતાની પલ્સર મોટર સાયકલ નંબર જીજે 16 સીસી ૧૦૦૪ લઈને જઈ રહ્યા હતા. દરમિયાન સ્ટેશન રોડ સ્થિત બેન્ક ઓફ બરોડાની સામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં સ્ટેરીંગ પરનો કાબુ ગુંમાવ્યો હતો. જેના કારણે બાઈક રોડના ડિવાઈડર સાથે ભટકાતાં બાઇકચાલક પ્રકાશ રાજુભાઈ રાવલના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે પાછળ બેઠેલા નરેશ રવિદાસ વાડેકરને પણ ઈજા પહોંચતા બંને મિત્રોને ભરૂચ સિવિલ ખાતે પ્રથમ સારવાર આપી ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન પ્રકાશ રાજુભાઇ રાવળ નું મોત નિપજ્યું હતું.