Connect Gujarat
ગુજરાત

ભરૂચઃ પાલિકા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતી મહિલાઓ રડી પડી, શું છે કારણ?

ભરૂચઃ પાલિકા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં રહેતી મહિલાઓ રડી પડી, શું છે કારણ?
X

14મીએ પ્રમુખ- ઉપ પ્રમુખ હોદ્દા ઉપર બિરાજે તે પૂર્વે જ પાલિકા વિસ્તારની સમસ્યાઓ

ભરૂચના સોનેરી મહેલ રોડ નજીક આવેલ સેવન એક્સ કોરિડોરની પાછળ ઝુપડપટ્ટીમાં કોમ્પ્લેક્સના મળમૂત્રના ગંદા પાણી લોકોના ઘરમાં ફરી ઝુપડાવાસીઓની સમસ્યા હલ નહીં થાય તો બે દિવસ બાદ ૮૦ પરિવાર ભરૂચ નગરપાલિકામાં ઊંઘવા જશે તેવી ચીમકી ઉચ્ચારી છે. પીવાનું પાણી પણ દુર્ગંધ અને ગંદકીમાંથી ભરવું પડે છે.

કેટલીક મહિલાઓ એક અઠવાડિયાથી ઘરમાં મળમૂત્ર વાળા પાણી ભરાયેલા હોવાથી રડી પડી હતી. નગરપાલિકામાં નવનિયુક્ત મહિલા પ્રમુખ ચાર્જ સંભાળે તે પહેલાં જ રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. સમગ્ર ભરૂચ શહેર જિલ્લામાં ગંદકીના સામ્રાજયથી ભરૂચવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠયા છે.

ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો સ્વચ્છતાના નામે લાખો કરોડો રૂપિયાનું આંધણ કર્યું છે. ત્યારે ભરૂચ નગરપાલિકાના વિસ્તારમાં આવેલા રતન તળાવ નજીકની ઝુપડપટ્ટીમાં છેલ્લા એક અઠવાડિયાથી આસપાસના કોમ્પલેક્સ - હોસ્પિટલના મળ-મૂત્રના પાણી ઝુપડપટ્ટીમાં ફરી વાળતા રહીશોએ દોજખભરી સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે.

ભરૂચ શહેરમાં સફાઈના નામે લાખો કરોડો રૂપિયા વેડફવામાં આવે છે. ત્યારે ભરૂચ શહેરના પાંચબત્તીથી સોનેરી મહેલ તરફ જવાના માર્ગ ઉપર આવેલ સેવન એક્સ ધનલક્ષ્મી કોમ્પલેક્સ વચ્ચે આવેલ ઝુપડાવાસીઓ છેલ્લા એક અઠવાડિયાથી પોતાના ઘરમાં મળમૂત્રના પાણીથી પરેશાન થઈ ઉઠયા છે.

છેલ્લા એક અઠવાડિયાથી મળમૂત્રના સામ્રાજ્ય વચ્ચે દિવસો પસાર કરતા રહીશો મીડિયાના કેમેરા સમક્ષ રડી પડ્યા હતા. છેલ્લા એક અઠવાડિયાથી મચ્છરોના ઉપદ્રવ ગંદકીના સામ્રાજયથી ઝાડા-ઊલટીના વાવરમાં સપડાઈ ગયા છે. પરંતુ ગરીબ પરિવારો અને દવા લાવવા માટે પણ રૂપિયાનો અભાવ હોવાથી કેટલીક મહિલાઓ સમગ્ર ગંદકીના સામ્રાજયથી રડી પડી હતી. હાલ તો ભરૂચ શહેર-જિલ્લામાં વરસાદી ઋતુનો પ્રારંભ થયો જ નથી અને તે પહેલાં જ ઝુપડપટ્ટી વિસ્તારમાં આવા ગંદકીના સામ્રાજયથી ભરૂચ નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટને લઈને સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠયો છે.

નગર પાલિકા દ્વારા સમસ્યાઓનો બે દિવસમાં હલ નહિ કરવામાં આવે તો 80 કુટુંબો પોતાના પરિવાર સાથે ભરૂચ નગરપાલિકામાં રાત્રે ઊંઘવા આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે. એક તરફ ભરૂચ નગરપાલિકાનાં નવનિયુક્ત મહિલા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખ આવતી કાલે ૧૪મી જુનના રોજ શપથ ગ્રહણ કરવાના છે. શપથ ગ્રહણ કરે તે પહેલાં જ સમસ્યા સામે આવીને ઉભી છે.

Next Story