/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/IMG-20170807-WA0020.jpg)
ભરૂચ શહેરની વિવિધ સોસાયટીઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર નાસતા ફરતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ શહેરમાં વર્ષ 1999 થી 2001 સુધીમાં પાંચ જેટલી ઘરફોડ ચોરીને અંજામ આપનાર અને આટલા વર્ષથી ફરાર આરોપી નરસિંહ નાથિયા માવી રહેવાશી સામલાકુંડ, જિલ્લો અલીરાજપુર, માધ્ય પ્રદેશનાઓ ની અંકલેશ્વર રૂરલ પોલીસે અટકાયત કરી હતી.
પોલીસ તપાસ દરમિયાન ભરૂચ શહેરમાં વર્ષ 1999માં નરનારાયણ બંગ્લોઝમાં સોનાચાંદીનાં દાગીના અને રોકડ મળીને રૂપિયા 17100, GACL કોલોનીમાં વર્ષ 2001માં રૂપિયા 24500ની ચોરી, ક્રાઉન હાઉસ નર્મદા નગરમાં ચોરીની કોશિશ કરી હતી, જયારે નવજીવન સોસાયટીના બંધ મકાન માંથી રોકડ અને સોના ચાંદીના દાગીના મળીને રૂપિયા 46500 તેમજ કુંજ રેસીડેન્સી માંથી રૂપિયા 41150 સોનાચાંદીના દાગીના તેમજ રોકડની ચોરીને અંજામ આપ્યો હોવાની કબુલાત આરોપીએ કરી હતી.
ભરૂચ A ડિવિઝન પોલીસે રીઢા ઘરફોડ ચોર નરસિંહ માવીનો કબ્જો મેળવીને કોર્ટ માંથી તારીખ 9મી ઓગષ્ટ સુધીના રિમાન્ડ મેળવીને પોલીસે વધુ તપાસ હાથધરી છે.