/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/C1AtVaGVQAA6sav.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2016ના અંતિમ દિવસે મોડી સાંજે દેશવાસીઓ ને સંબોધન કરવામાં આવ્યુ હતુ, નાના વેપારી, ખેડૂતો સહિત વિવિધ ક્ષેત્રે રાહતરૂપી જાહેરાત મોદીએ કરી હતી. તો હવે બેંકો દ્વારા પણ વ્યાજદર માં ઘટાડા ના સંકેત દેખાય રહ્યા છે.
તારીખ 8મી નવેમ્બર 2016 ની રાતથી મોદી સરકારે ભારતીય ચલણ માંથી રૂપિયા 500 અને 1000ની નોટો ને રદ કર્યા બાદ 50 દિવસ સુધી લોકોએ ભારે હાડમારી વેઠવાનો વારો આવ્યો હતો.જોકે હજી પણ બેંકો ના મોટાભાગના ATM મશીનો બંધજ છે.ત્યારે આ બધી તકલીફો વેઠતી જનતાને બેંકો દ્વારા રાહતરૂપ સ્કીમ ની લ્હાણી કરવામાં આવે તેમ જાણવા મળી રહ્યુ છે.
જાણકારોના મતે ડિમોનેટાઇઝેશન બાદ લોન ધારકોના સેન્ટિમેન્ટમાં સુધારો કરવા ટૂંક સમયમાં જ વ્યાજદરમાં ઘટાડાની શક્યતા છે. જોકે ધિરાણ દરમાં ઘટાડાની સાથે ફિક્સ ડિપોઝીટના રેટમાં પણ ઘટાડો થઇ શકે છે.
અત્યાર સુધી મોટી કોમર્શિયલ બેંકો માં એક વર્ષની મુદ્દત થી ફિક્સ ડિપોઝીટ નો વ્યાજદર 7 ટકા અને એક વર્ષની લોન નો વ્યાજદર 8.90 ટકા છે. વધુમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર લોન માટેની સ્કીમ તેમજ ફિક્સ ડિપોઝીટ રેટમાં ઘટાડાની શક્યતા ઓ વ્યક્ત કરાઈ રહી છે. લોકો ને બેન્કિંગ સુવિધાનો વધુમાં વધુ અને સરળતા થી લાભ મળે તે અંગેના પ્રયત્નો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ FD ના રેટમાં ઘટાડા થી ફિક્સ ડિપોઝીટ ધારકોને નુકશાન થશે તેવી ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.