Connect Gujarat
Featured

વડોદરા : હરણીમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત, પાલિકા સામે લોકોમાં રોષ

વડોદરા : હરણીમાં લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત, પાલિકા સામે લોકોમાં રોષ
X

સમગ્ર દેશમાં લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી થઇ રહી છે. જેમાં કેવડીયા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાન વિભુતી સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં થયેલા પર્યટક પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું. એક તરફ સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરવા માટે લાખ્ખો-કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી બાજુ સરદાર પટેલની હયાત પ્રતિમાઓ અંગે તંત્ર દ્વારા કોઇ ધ્યાન આપવામાં ન આવતા જર્જરિત થઇ ગઇ છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ તલાટી ઓફિસના કમ્પાઉન્ડ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા કોર્પોરેશનના પાપે જર્જરિત થઇ ગઇ છે, ત્યારે સામાજિક કાર્યકર સહિત અન્ય સ્થાનિકોની મદદ લઇ જર્જરિત થઇ ગયેલી પ્રતિમાને દૂધ અને પાણીથી સાફ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તો સાથે લોહપુરુષની પ્રતિમાને નવનિર્મીત કરવાની માંગ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા, ત્યારે હરણી ગામના લોકોએ પણ સરદાર પટેલની પ્રતિમા અંગે ધ્યાન ન આપનાર પાલિકા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો.

Next Story