New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/salman-khan_95dbdc66-c48f-11e6-913d-826c0833a15d.jpg)
બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન તેમના સામાજિક ક્ષેત્રે સરાહનીય કાર્યો કરવા તમેજ તેમને પૂરતો ટેકો આપવા માટે જાણીતા છે.
હાલમાં જ બ્રૃહદમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) દ્વારા લોકો માટે મફત શૌચાલયો બનાવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ અંગેના કાર્યક્રમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સલમાન ખાનને બનાવવાના પ્રસ્તાવને અભિનેતાએ સ્વીકારી લીધો હતો.
આ અંગેની ટવિટ અભિનેતાએ શેર કરી હતી કે બીએમસી ઓફિસ અને કમિશનર દ્વારા ખુબ જ સરાહનીય તેમજ નોંધપાત્ર કાર્ય કરવામા આવી રહ્યું છે જે ખુબ જ પ્રસંશાને પાત્ર છે.
આ અભિનેતા "બિગ બોસ" સિઝન 10 પર જોવામાં આવે છે, તેમજ તેની આગામી ફિલ્મ "Tubelight" ના કામમાં પણ વ્યસ્ત છે છતાં તેમના દ્વારા આવા સામાજિક કાર્યો માટે સમય ફાળવવવામાં આવે છે તે ખરેખર પ્રશંસનીય છે